GSTV

ગુજરાતમાં તો કોંગ્રેસને રાજ્યસભાની 4 બેઠકો પણ ઓછી પડશે, હવે આ નવા દાવેદારો ફૂટ્યા

Last Updated on March 4, 2020 by Karan

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસમાં ધમધમાટ ચાલી રહ્યો છે.. બંને પક્ષમાં નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના ત્રણ સાંસદ શંભુ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનિભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે. કોંગ્રેસ મધુસુદન મિસ્ત્રીને ફરીથી ટિકિટ આપીને રાજ્યસભામાં મોકલે તેવી શક્યતા છે. ભાજપ તો એક પણ સાંસદને રીપિટ કરે તેવી સંભાવના ઓછી છે પણ કોંગ્રેસમાં દાવેદારો વધતા જ જાય છે. દિલ્હીમાં 2 નેતાઓ તો ટીકિટની માગણી લઇને પહોંચ્યા છે. શક્તિસિંહ ગોહિલને પણ ટીકિટ જોઇએ છે તેવી ચર્ચા છે. પાટીદાર સમાજના 14 ધારાસભ્યોએ રાજ્યસભાની સીટ માટે પાટીદાર નેતાને ટીકિટ અપાય તેવી માગ કરી છે ત્યાં કચ્છમાંથી દલિત ઉમેદવારને ટીકિટ આપવા માટે માગ કરાઈ રહી છે. રાજ્યસભાની 4 બેઠકો માટે 3 બેઠકો ભાજપની હોવાથી ભાજપ એક પણ બેઠક ગુમાવવા તૈયાર નથી ત્યાં મધુસુદન મિસ્ત્રી ફરી રીપિટ થાય તેવી સંભાવના વચ્ચે કઈ બેઠક માટે ઉમેદવારો પડાપડી કરી રહ્યાં છે એ એક સવાલ છે. બીજી બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જો અને તો ની સ્થિતિ વચ્ચે રસાકસી છે. આ સ્થિતિમાં જો કોંગ્રેસ મધુસુદન મિસ્ત્રીને રીપિટ કરે તો કઈ બેઠક માટે દાવેદારીઓ તઈ રહી છે એ ગુજરાતની પ્રજા પણ વિચારી રહી છે.

કોંગ્રેસના રાજ્યસભા ના એક ઉમેદવારની જીત તો નિશ્ચિત

કોંગ્રેસની રાજ્યસભા બીજી બેઠક માટે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ દાવો કરી રહ્યાં છે. પરંતુ તેમની સામે પક્ષમાં જ વિરોધ હોવાથી હાઈકમાન્ડ કદાચ તેમને ટિકિટ ન આપે તેવી પણ શક્યતાઓ છે.  કોંગ્રેસના એક ઉમેદવારની જીત તો નિશ્ચિત છે. પણ બીજો ઉમેદવાર ઊભો રખાશે. ગુજરાત વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ જોઈએ તો ભાજપના 103 અને કોંગ્રેસના 73 ધારાસભ્યો છે. તો બીટીપીના 2, એનસીપીના 1 અને અપક્ષ 1 ધારાસભ્ય છે. મોરવાડ હડફ અને દેવભુમિ દ્વારકા વિધાનસભાની બેઠક ખાલી છે. રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીનું 6 માર્ચે જાહેરનામું બહાર પડશે. 13 માર્ચ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 26 માર્ચે મતદાન અને સાંજે 5 વાગ્યા બાદ મત ગણતરી થશે. શક્તિસિંહ ગોહિલ હાલમાં બિહાર અને દિલ્હીની બેવડી જવાબદારી સંભાળી રહ્યાં છે.

રાજ્યસભા

આ છે વિધાનસભામાં સ્થિતિ

ગુજરાતમાં પક્ષવારની સ્થિતિ જોઈએ તો ભાજપના 103 ધારાસભ્યો સામે કોંગેસ પાસે 73 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. બીટીપીના 2, એનસીપીના 1 અને 1 અપક્ષ ધારાસભ્યો આ ચૂંટણીમાં બીટીપી ભાજપને ટેકો આપી શકે છે. ગત રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. મોરવા હડફ અને દેવભૂમી દ્વારકા વિધાનસભાની બેઠક હાલમાં ખાલી છે.

14 પાટીદાર ધારાસભ્યોની ખાનગી બેઠક મળી

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો આકરા પાણીએ જોવા મળ્યા. બે ઉમેદવાર પૈકી એક ઉમેદવાર પાટીદાર સમાજનો ચહેરો હોવાની માગણી કરી છે. જે મામલે  કોંગ્રેસના 14 પાટીદાર ધારાસભ્યોની ખાનગી બેઠક મળી હતી. જેમાં રાજ્યસભામાં ઘણા સમયથી પાટીદાર સમાજને કોંગ્રેસે તક ન આપ્યાની ચર્ચા કરવામાં આવી હતી. જે મામલે પ્રભારી રાજીવ સાતવ સમક્ષ પાટીદાર ધારાસભ્યો આગ્રહપૂર્વક રજુઆત કરશે.

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!