GSTV
Junagadh Trending ગુજરાત

ખાંભાના નેસડાના માલધારીઓને મત આપવા કરવી પડે છે પદયાત્રા, એક મતદાર માટે મતદાન કેન્દ્ર બનાવતા ચૂટણી તંત્રની અહીં છે નિષ્ક્રિયતા

ખાંભાના નેસડાઓમાં વસતા માલાધારીઓએ મત આપવા સાત કિલોમીટર પદયાત્રા કરી મતદાન કરવા જવાની ફરજ પડે છે કારણ કે એમના માટે મતદાન કેન્દ્રની કોઈ જ સુવિધા નથી. ખાંભા પંથકમાં ગિરના જંગલમાં અનેક માલાધારીઓ નેસમાં રહે છે એમાં ચૂટણી કેન્દ્ર ન હોવાથી અનેક માલાધારીઓએ નજીકના  ભાણીયા, પીપળવા, ગામોએ છેક સાત કિલોમીટર પદયાત્રા કરીને મત આપવા જવું પડે છે.

માલધારી

નેસડાઓમાં ૨૦૦ માલાધારીઓની વસતી

આ જંગલમાં જાંબુડાવાળો પાડા ગાળો રેબડી પાટ,સાપરાનોનેસ, ભાણ ભદાણી શિરનો નેસ, સહિતના નેસડાઓમાં ૨૦૦ માલાધારીઓની વસતી છે. આ બાધા માલાધારીઓને શાળાની કે અન્ય કોઈ વ્યવસ્થા નથી.

મતદાન કેન્દ્ર ન હોવાથી દુરદુર મત આપવા જવું પડે

તેમજ મતદાન કેન્દ્ર ન હોવાથી દુરદુર મત આપવા જવું પડે છે. ભારતીય ચૂટણી પંચ એક મતદાર માટે ગીરના જંગલમાં મતદાન કેન્દ્ર ઉભુ કરે, દરિયામાં શિયાળબેટ ઓખાના બેટમાં હોડીઓમા સ્ટાફ મોકલી મતદાન કરાવે, ગીરના નેસડાઓને મતદાન કરવા માટે ખાસ મતદાન બૂાથ ઉભા કરે પણ અહી એક પણ મતદાન માથક ન હોવાથી બાધા દરેક ચૂટણીમાં મુશ્કેલી અનુભવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

LIVE! પીએમ મોદી અને અમિતશાહે મતદાનની કરી અપીલ, રીવાબાએ આજે રાજકોટમાં આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું

pratikshah

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 10 હોટ સીટો પર જબરદસ્ત જંગ : આ બેઠકો નક્કી કરશે રાજકીય દિશા

pratikshah

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel
GSTV