GSTV

ચૂંટણી આવી/ ગુજરાતમાં આજથી રાત્રી કરફ્યુ અને લગ્નોમાં મળશે મોટી છૂટછાટ, આ નિયમો પણ હળવા થશે

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. જેના કારણે રાજ્ય સરકારે અમદાવાદ સહિત શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદ્યો હતો. ઉતરાયણની સાંજે રાત્રી કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર રાત્રીના ૧૧ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપી શકે છે. રાત્રી કરફ્યૂમાં છુટછાટ આપવા હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. હવે રાજ્ય સરકારે રાત્રી કરફ્યૂમાં કેટલી છૂટછાટ આપશે તે નિર્ણય પર સૌની મીંટ મંડાઇ છે. રાજ્ય સરકાર એકાદ બે દિવસમાં આ મુદ્દે નિર્ણય જાહેર કરી શકે છે.

રાત્રી કરફ્યૂમાં છુટછાટ આપવા હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશને પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી

ગુજરાતમાં કોરોનાને કાબુમાં લેવા રાત્રી કરફ્યુ અમલી બનાવાયો હતો. હવે જયારે રાજ્યમાં કોરોના અંકુશમાં આવ્યો છે. રોજના કેસોની સંખ્યા ૬૦૦ સુધી પહોંચી છે. આ ઉપરાંત કોરોનાની રસીનું ય ગુજરાતમાં આગમન થઇ ચૂક્યુ છે. ૧૬થી સમગ્ર ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ઉતરાયણની મોડી સાંજથી રાત્રી કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે. સૂત્રોના મતે, ગુજરાતમાં કોરોના કાબૂ હેઠળ છે અને આ જ જાન્યુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે તે જોતાં ખુદ રાજ્ય સરકાર પણ રાત્રી કરફ્યૂમાં છૂટછાટ આપવાના મતમાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે

અત્યારે અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદરામાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ અમલમાં છે. આ અગાઉ રાજ્ય સરકારે રાત્રી કરફયૂના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો હતો. હવે સરકાર રાત્રીના ૧૧ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપે તેવી શક્યતા છે. આ અગાઉ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએસન અને ગુજરાત ચેમ્બર્સ પણ રાત્રી કરફ્યૂમાં છુટછાટ આપવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએસન અને ગુજરાત ચેમ્બર્સ પણ રાત્રી કરફ્યૂમાં છુટછાટ આપવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી

ગુજરાતમાં ફરી બજારો ધમધમતાં થાય તે માટે સરકાર પણ પ્રયત્નશીલ છે ત્યારે રાત્રી કરફ્યૂમાં છુટછાટ મળતા જ અમદાવાદમાં રાત્રી બજારો પણ લાબા સમયગાળા બાદ ધમધમતાં થશે. સૂત્રોના મતે લગ્ન સમારોહમાં પણ અત્યાર સુધી ૧૦૦ મહેમાનોની જ છુટ હતી તે વધીને હવે ૨૦૦ મહેમાનોની મંજૂરી મળી શકે છે. ઉલ્લેખનીય છેકે, લગ્નમાં મર્યાદિત લોકોની મંજૂરીને લીધે કેટલાંય લોકોએ લગ્ન રદ કરવા પડયાં હતાં.

અત્યારે રાજકીય પક્ષોની રેલથી માંડીને ચૂંટણી લક્ષી બેઠકોમાં કાર્યકરોની ભીડ જામી રહી છે ત્યારે સરકારના નિયમો-નિયંત્રણને લઇને લોકોમાં રોષ ભભૂક્યો છે તે જોતાં સરકાર રાત્રી કરફયૂમાં છુટ આપશે તેવી પુરેપેરી શક્યતા જોવાઇ રહી છે.

READ ALSO

Related posts

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ

Ali Asgar Devjani

કોરોના સામે રક્ષણ મેળવવા ભારતનું વધુ એક હથિયાર તૈયાર કર્યું, Nasal વેક્સિનના ટ્રાયલને મંજૂરી

Mansi Patel

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો, ગંભીર રોગનો ભોગ બની રહ્યા છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!