ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં જાણીતા ડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવી પોતે આઈકાર્ડ વગર જ મતમથકે પહોંચી ગયા હતા જેના પગલે ચૂંટણી અધિકારીઓએ નિયમ મુજબ તેમને અટકાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, મતદાન માટે 12 પ્રકારના આઈકાર્ડ ચાલે છે, પણ તેમાંથી એકેય કિર્તીદાન પાસે ન હતા.

ચૂંટણી પંચે બહુ સમયથી પ્રચાર કરી રહ્યું છે કે જરૃરી દસ્તાવેજો વગર મતદાન મથકે પહોંચશો તો મત નહીં આપી શકાય. આ પછી કિર્તીદાને પોતાની ભૂલ સ્વિકારવાને બદલે ચૂંટણી પંચ અને મોદી સરકારના ડિજિટલ ઈન્ડિયા મીશનની ટીકા કરી હતી.
મજાની વાત એ છે કે કિર્તીદાન પોતે ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર છે, પરંતુ મતદાન માટેના સામાન્ય નિયમો તેમને ખબર નથી.
કિર્તીદાને એમ પણ કહ્યુ હતુ કે મને ખબર નથી કે આ નિયમો કોણે બનાવ્યા પરંતુ તે બદલવાની જરૃર છે. ડાયરા ગજવતી વખતે બોલવુ અને હકીકતમાં નિયમોની જાણકારી રાખવી એમાં ઘણો ફરક છે. કિર્તીદાનને જાણકારી ન હતી એટલે એમણે દોષનો ટોપલો ચૂંટણી પંચ પર ઢોળી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્ર-કચ્છની અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જેમાં 788 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય