GSTV
Home » News » EVM હેકિંગ: ચૂંટણી પંચની ફરિયાદને પગલે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો

EVM હેકિંગ: ચૂંટણી પંચની ફરિયાદને પગલે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો

વર્ષ 2014ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં EVM મશીન હેક કરવાનાં સમાચાર વહેતા થતા સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે અને ઈવીએમ મશીન પર અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ મામલે કેન્દ્રિય ચૂંટણી પંચે દિલ્હી પોલીસને પત્ર લખીને કાર્યવાહી કરવા જણાંવ્યું છે. દિલ્હી પોલીસે જણાંવ્યું કે, ચૂંટણી પંચ તરફથી તેમને ફરિયાદ મળી છે. આ મુદ્દે આઈપીસી કલમ 505 અંતર્ગત કાયદાકિય પ્રક્રિયા હાથ ધરાશે.

કેન્દ્રિય ચૂંટણી પંચે દિલ્હી પોલીસને પત્ર લખીને FIR નોંધવા આગ્રહ કર્યો છે. આયોગે જણાંવ્યું છે કે આ મામલે સૈયદ સૂજાનાં નિવેદનને આધારે તપાસ થવી જોઈએ. સોમવારે લંડનમાં સૈયદ સૂજાએ EVM મશીન હેક કરવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન સૈયદ સૂજાએ કહ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં ભાજપે EVM મશીન હેક કરાવ્યા હતા. આ મામલે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સૈયદ સૂજાનાં દાવાને ખોટો ઠેરવ્યો અને કહ્યું હતું કે સૈયદ સૂજા સંપૂર્ણ ખોટા છે અને તે કંપનીનાં કર્મચારી નથી કે અન્ય કોઈ પણ રીતે કંપની સાથે જોડાયેલા નથી.

મહત્વનું છે કે, લંડનમાં ભારતીય મૂળનાં એક અમેરિકી એક્સપર્ટે EVM હેકિંગનો દાવો કરતા રાજકિય તોફાન સર્જાયું છે. એક્સપર્ટ સૈયદ સૂજાનાં કહ્યાં પ્રમાણે ભાજપનાં નેતા સ્વર્ગીય ગોપીનાથ મુંડે એ EVM મશીન હેકિંગ કરવા માટે વર્ષ 2014માં તેમનો સંપર્ક કર્યો હતો. સૈયદે એમ પણ કહ્યું હતું કે આ રહસ્ય જ ગોપીનાથ મુંડેની હત્યાનું કારણ બન્યું હતું.

ઈવીએમ હેકિંગનાં દાવા બાદ રાજકારણ શરૂ

આ મામલે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રતિક્રિયા આપતાં જણાંવ્યું હતું કે,પુરી દુનિયા ઈવીએમ થી દૂર ભાગે છે.વિશ્વનાં તમામ મોટા દેશો બેલેટ પેપર અપનાવી રહ્યા છે.માત્ર ભારત,કોંગો અને આફ્રિકાનાં અમુક દેશોમાં ઇવીએમનો ઉપયોગ થાય છે. તો આરજેડી પ્રવક્તા મનોજ કુમાર ઝાએ કહ્યું કે, સૈયદ સૂજાનાં નિવેદનથી ઈવીએમની વિશ્વસનીયતા પર શંકાનાં વાદળો ઘેરાયા છે. આવા વાતાવરણ વચ્ચે ચુંટણી પંચે એક વાર ફરી બેલેટ પેપરથી મતદાન કરવાનું વિચારવું જોઈએ. બંધારણે નિષ્પક્ષ અને પારદર્શક ચુંટણી યોજવાની જવાબદારી ચુંટણી પંચને સોંપી છે. પંચને ઈવીએમની રક્ષા કરવાનું નથી કહ્યું.

READ ALSO

Related posts

કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ, કર્ણાટક વિધાનસભાનું આ છે ગણિત

Arohi

SBIએ નિયમોનું ઉલ્લંઘન કરતાં RBIએ ફટકાર્યો 7 કરોડ રૂપિયાનો દંડ

Mansi Patel

લગ્નના દોઢ વર્ષ પછી અનુષ્કાએ ખોલ્યું સીક્રેટ, કેમ કર્યા હતા નાની ઉંમરમાં લગ્ન?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!