GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી પંચની ચેતવણી / ચૂંટણીના દિવસે રજા લીધા બાદ પણ મતદાન ન કરનાર કર્મચારીઓ સામે કડક પગલાં ભરાશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે. જો કે દરેક ચૂંટણી વખતે ચૂંટણી પંચ એ જ પ્રયાસોમાં રહે છે કે વધુમાં વધુ મતદાન કેમ થઇ શકે.  લોકો મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચે એ માટે અનેક સકારાત્મક પગલાંઓ લેવામાં આવે છે. મતદાનના દિવસે રજા પણ જાહેર કરવામાં આવે છે. આમ છતાં કેટલાક કર્મચારીઓ મતદાન કરવા જતા નથી. હવે આવા કર્મચારીઓ સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. 

આજે ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઈન્ડસ્ટ્રી કંપનીઓ મતદાનના દિવસે કર્મચારીઓને રજા આપે અથવા મતદાન કરવાની રજા આપે તેવી રાજકીય પક્ષોએ રજુઆત કરી છે.  5 હજારથી વધુ કર્મચારીઓ જે કંપનીમાં કામ કરે છે તે કંપની એક નોડલ ઓફિસરની નિમણુંક કરે કારણ કે કંપનીઓ મતદાન કરવા માટે રજા આપે છે તો કર્મચારીઓએ મત આપવા જવુ જોઈએ અને જે મત નથી આપતા તે કર્મચારીઓ સામે પગલા ભરાશે. 

મતદાન કરવું એ ફરજીયાત નથી કોઈ ખાસ પગલા નથી ભરવામાં આવતા પરંતુ આ વખતે તેમણે કેમ મતદાન નથી કર્યું, શુ કારણ હતા તેની જાણકારી મેળવવામાં આવશે. ગુજરાત ચૂંટણી પંચ આ મામલે વિવિધ કંપનીઓ સાથે MOU કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

pratikshah

નો પોલિટિક્સ, પ્લીઝ! સર્વત્ર સરેરાશ 52 સભા- રેલીઓ છતાં મતદારોનું ઉંહું! રાજકોટ જિલ્લાની આઠ બેઠક કબજે કરવા પક્ષોની અગ્નિપરીક્ષા

pratikshah
GSTV