ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, EVM લઈ જનાર વાહનોમાં કરાશે આ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ

આગામી લોકસભા ચૂંટણીમાં વીવીપેટ યુક્ત ઈવીએમની અવર-જવર પર જીપીએસની સતત દેખરેખ સુનિશ્ચિત કરી દીધી છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મતદાન કેન્દ્રોમાંથી અંદર બીજા સ્થાનો પર ઈવીએમ મશીનો લઇ જવાની ઘટનાઓ પરથી બોધપાઠ લીધો છે.

આયોગ દ્વારા લાગુ કરવામાં આવેલી વ્યવસ્થા હેઠળ ઈવીએમને લાવવા-લઈ જનારા વાહનોમાં જીપીએસ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી મશીનોની આવાજાહી સંપૂર્ણ રીતે જીપીએસની દેખરેખમાં થશે.

ચૂંટણી પંચે કહ્યું, રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (સીઈઓ)ને ચૂંટણી દરમ્યાન ઈવીએમ મશીનોને મતદાન કેન્દ્ર સુધી અને મતદાન કેન્દ્રમાંથી કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવા માટે જીપીએસ યુક્ત વાહનોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ઈવીએમ મશોનોને ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન કેન્દ્ર પરથી હોટલ અથવા અન્ય સ્થાનો પર લઇ જવાની ફરીયાદ મળ્યા બાદ આયોગે આ વ્યવસ્થા કરી છે.

આ વ્યવસ્થા લોકસભા અને વિધાનસભા ચૂંટણીની સાથે પેટા ચૂંટણીઓમાં પણ લાગુ થશે. પંચે સીઈઓથી ઈવીએમની આવાજાહી પર સખ્ત અને સતત દેખરેખ સુનિશ્ચિત કરવાનુ કહ્યું છે. જીપીએસની મદદથી ઈવીએમને નક્કી સમયની અંદર ગંતવ્ય સુધી પહોંચાડવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આગામી 11 એપ્રિલથી 19મે સુધી સાત તબક્કામાં યોજાનારા લોકસભા ચૂંટણી માટે દેશભરમાં લગભગ 10.35 લાખ મતદાન કેન્દ્ર બનાવ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં આ સંખ્યા 9.28 લાખ હતી. મતદાનમાં લગભગ 39.6 લાખ ઈવીએમ અને 17.4 લાખ વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં રીઝર્વ શ્રેણીના મશીનો પણ સામેલ છે, જેમાં મશીનોમાં ટેકનિકલ સમસ્યા આવવાની સ્થિતિમાં ઉપયોગ માટે સુરક્ષિત રાખવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter