GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણીની તારીખો નક્કી કરનારા સ્વઘોષિત જ્યોતિષીઓને ચૂંટણી પંચે લગાવી જોરદાર ફટકાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 નજીક જ છે, જો કે ચૂંટણી પંચે હજી સુધી સત્તાવાર રીતે ચૂંટણીની વિવિધ તારીખો જાહેર કરી નથી. આમ છતાં કેટલાક લોકો અને સ્વઘોષિત જ્યોતિષીઓ ચૂંટણીની તારીખો ગામમાં કહેતા ફરે છે. આવા લોકોને ચૂંટણીપંચે ફટકાર લગાવી છે. 

કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમે ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આજે 27 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે કેટલીક મહત્વની જાહેરાઓ કરી હતી તેમજ અન્ય બાબતો અંગે પણ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે ચૂંટણીની તારીખો નક્કી કરનારા સ્વઘોષિત જ્યોતિષીઓને ફટકાર લગાવી હતી. 

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કેટલાક જ્યોતિષો છે જે પોતાની જાતે ચૂંટણીની તારીખ નક્કી કરી રહ્યા છે પરંતુ હજી  ચૂંટણી પંચે તારીખ નક્કી કરી નથી. ચૂંટણી પંચ તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે અને મીડિયાને પહેલા જાણ કરશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે અમારા આવ્યા પહેલા જ કેટલા “સ્વઘોષિત જ્યોતિષી” એ તારીખો જાહેર કરી છે જે યોગ્ય નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ

Pankaj Ramani

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan

ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા

Moshin Tunvar
GSTV