GSTV
Home » News » વિપક્ષને ચૂંટણી પંચે આપ્યો મોટો ઝટકો, EVM અને VVPAT સરખામણીની માગ ફગાવી

વિપક્ષને ચૂંટણી પંચે આપ્યો મોટો ઝટકો, EVM અને VVPAT સરખામણીની માગ ફગાવી

VVPAT Election Commission

વિપક્ષની પાર્ટીઓને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે વીવીપેટ સરખામણીની માંગને ફગાવી દીધી છે. જેમાં 50 ટકા ચિઠ્ઠીઓની સરખામણીની વાત કરવામાં આવી રહી હતી. ચૂંટણી પંચે એક લાંબા મંથન બાદ કહ્યું કે વીવીપેટ ચિઠ્ઠીઓની ગણતરીમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહીં. જે પ્રકારે ગણતરી કરવામાં આવતી હતી તેજ પ્રકારે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિપક્ષની ધણી પાર્ટીઓ ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી કે વીવીપેટની 50 ટકા ચિઠ્ઠીઓની સરખામણી કરવામાં આવે.

કાલે સુપ્રીમે પણ અરજી ફગાવી

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા વિપક્ષી દળો ઈવીએમ અને વીવીપેટ મુદ્દે બેઠક કરે તે પહેલા સુપ્રીમ કોર્ટે આ સંબંધી એક અરજી ફગાવી દીધી છે. ચેન્નાઈના ટેક્નોક્રેટ જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને નિર્દેશ કર્યો હતો કે વીવીપેટની હકીકતને આધીન મશીનો સંખ્યાને 100 ટકા કરવામાં આવે.

જોકે સુપ્રીમે કહ્યું કે અરજીમાં કોઈ યોગ્યતા નથી. ટેક્નોક્રેટ્સના એક ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગ કરી હતી કે વેરિફિકેશન માટે તમામ ઈવીએમમાં વીવીપેટની સુવિધા આપવી જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવીને કહ્યું કે આ મેરિટ અનુસાર નથી.     

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આ મામલે પહેલાથી મુખ્ય ન્યાયાધીશની બેન્ચ નિર્ણય આપી ચુકી છે. તો પણ તમે આ મામલો વેકેશન બેન્ચ સામે કેમ ઉઠાવી રહ્યા છો?’ આ અરજીને બકવાસ ગણાવતા સુપ્રીમે કહ્યું કે આમ જ કરતા રહ્યા તો આનાથી લોકતંત્રને નુકશાન પહોંચી શકે છે.

આ પહેલા મંગળવારે 7 મેએ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ અને વીવીપેટની ચિઠ્ઠીઓની સરખામણી કરવાને લઈને સુનાવણી થઈ હતી. આ સમયે વિપક્ષ દ્વારા કરવામાં આવેલી યાચિકાને સુપ્રીમે ફગાવી હતી. વિપક્ષની માંગ હતી કે 50 ટકા વીવીપેટ ચિઠ્ઠીઓની ઈવીએમ સાથે સરખામણીનો આદેશ ચૂંટણી પંચને આપવામાં આવે. અરજીને ફગાવતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અદાલત આ મામલને વારંવાર કેમ સાભળે?  

Read Also

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!