EVM વિશેના વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ સ્પષ્ટતા કરી છે તેમનું કહેવુ છે કે આવનાર ચૂંટણી પણ EVM સાથે જ લડીશુ. તેઓ રાજકીય દળોની ટીકાનો સામનો કરવા માટે તૈયાર છે.

લોકસભા ચૂંટણી પહેલા EVMને લઈને એકવાર ફરી ચર્ચાએ જોર પકડ્યુ છે. આ મુદ્દાના વિવાદ વચ્ચે ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ મોટુ નિવેદન આપ્યુ છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે હું સ્પષ્ટ રીતે જણાવવા ઈચ્છુ છુ કે અમે લોકો બેલેટ પેપરના જમાનામા પાછા ફરવા ઈચ્છતા નથી. અમે EVM અને VVPAT સાથે જ ચૂંટણી કરવાનું ચાલુ રાખીશુ.
- Accident/ ઉત્તર અફઘાનિસ્તાનમાં વાન ખીણમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહીત 24ના મોત
- WTC FINAL/ ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડે રચ્યો ઇતિહાસ, 48 વર્ષ બાદ આવું પ્રથમ વખત બન્યું
- હવે તમે ચૂકવણી કરીને ખરીદી શકશો ઇન્સ્ટા-એફબી બ્લુ ટિક , તમારે ચૂકવવા પડશે આટલા પૈસા
- દીના સનિચર: આ હતો વાસ્તવિક જીવનનો મોગલી, 6 વર્ષની ઉંમર સુધી વરુઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેનો ઉછેર
- RBI મોનેટરી પોલિસી: સેન્ટ્રલ બેંકે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો
ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નરનું આ નિવેદન આવ્યુ તેના બે દિવસ પહેલા જ લંડનમાં ભારતીય મૂળના એક હેકરે દાવો કર્યો હતો કે 2014નીલોકસભા ચૂંટણીમાં EVM હેક થયા હતા અને ભારતીય જનતા પાર્ટીએ ધાંધલીમાંથી ચૂંટણી જીતી હતી.