GSTV
Home » News » મોદી – શાહ તથા રાહુલ સામે થયેલી ફરિયાદ અંગે માહિતી આપવા ચૂંટણી પંચનો ઇનકાર

મોદી – શાહ તથા રાહુલ સામે થયેલી ફરિયાદ અંગે માહિતી આપવા ચૂંટણી પંચનો ઇનકાર

Rabri Devi EC

લોકસભાની ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે અને નવા મંત્રીમંડળની રચના પણ થઇ ગઇ છે. પરંતુ 2019 ની ચુંટણીમાં આચાર સંહિતાના ભંગની અનેક ફરિયાદો થઈ હતી. આ અંગેનો વિવાદ હજુ પણ ચાલુ જ છે. તાજેતરમાં સુરતની એક જાગૃત વ્યક્તિએ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ એક RTI કરી હતી. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સામે ચૂંટણી આચાર સંહિતાના ભંગની જે કોઈ ફરિયાદ થઈ હતી તે અંગેની માહિતી માંગી હતી.

RTI માં એવી વિગત માગી હતી કે આ ત્રણેય નેતાઓની વિરુદ્ધમાં જે કોઈ ફરિયાદ થઈ છે તેની નકલ આપવી ઉપરાંત ચૂંટણીપંચના ત્રણેય કમિશનરો દ્વારા આ ફરિયાદના સંદર્ભમાં જે કોઈ વ્યક્તિગત અભિપ્રાયો આપવામાં આવ્યા છે તેની નકલ આપવી ફરિયાદના સંદર્ભમાં ચૂંટણીપંચે બોલાવેલી મીટીંગની મિનિટ્સ આપવી. પંચે આ ફરિયાદના સંદર્ભમાં જે કોઈ આખરે નિર્ણય કર્યો હોય તેની નકલ આપવી. આચારસંહિતાનો ભંગ થયો હોય એનો અભિપ્રાય જો કોઈ કમિશનરે આપ્યો હોય તો તેની વિગત પણ માંગવામાં આવી છે.

Rahul Gandhi CWC

આ રીતે થયેલી RTIના જવાબમાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રકારની સ્પષ્ટતા કરાઇ નથી અને ગોળ ગોળ જવાબ અપાયો છે. ત્રણેય નેતાઓએ કરેલા ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ પંચે શું અને કેવા પગલા લીધા તે પ્રકારની કોઇ જ માહિતી આપવામાં આવી નથી. બીજી બાજુ પંચે માહિતી નહીં આપતા અરજદારે કેન્દ્રીય ચૂંટણી પંચમા અપીલ કરી છે. ભાજપ અને કોંગ્રેસના આ ત્રણેય ટોચના નેતાઓ સામે આચારસંહિતાના ભંગની થયેલી ફરિયાદ તેમજ ત્યારબાદ પંચ દ્વારા લેવાયેલા પગલા અંગે હજુ આગામી સમયમાં વિવાદ વધુ વકરશે.

READ ALSO

Related posts

Bigg Boss 13 : પંજાબની ઐશ્વર્યા રાય ગણાતી હિરોઈન ફરી કરશે એન્ટ્રી

Bansari

DGGIએ સુરતમાં 70 કરોડનું GST કૌભાંડ ઝડપ્યુ,12%ને બદલે ભરતો હતો 5% ટેક્સ

Mansi Patel

બનાસકાંઠાનાં ખેડૂતો માટે રાહતનાં સમાચાર, તીડ રાજસ્થાન તરફ ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!