GSTV
Home » News » ચૂંટણી પંચ રહી-રહીને જાગ્યું, વધુ એક CMનાં હેલિકોપ્ટરની તલાશી લેવાઇ

ચૂંટણી પંચ રહી-રહીને જાગ્યું, વધુ એક CMનાં હેલિકોપ્ટરની તલાશી લેવાઇ

sadhvi pragya

ઓરિસ્સામાં પીએમ મોદીનાં હેલિકોપ્ટરની ચકાસણી કરવાનો પ્રયાસ કરતા ચૂંટણી નિરીક્ષક એવા આઇએએસ એધિકારી મોહંમદ મોહસીનને સસ્પેન્ડ કરાયા બાદ વધુ સીએમનાં હેલિકોપ્ટરની તલાશી લેવાની
એક ઘટના બની છે. જેમાં કર્ણાટકનાં મુખ્યમંત્રી અને જેડીએસ નેકા એચડી કુમારસ્વામીનાં હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. જેમાં સીએમ કુમારસ્વામીનાં ચોપર હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. મહત્વનું છે કે આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.તેવામાં ચૂંટણી પંચ પણ રહિ રહિને જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે.

ચૂંટણી દરમ્યાન નેતાઓની ગતિવિધિ પર નજર રાખતા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ત્યારે કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીના હેલિકોપ્ટરનું ચૂંટણી પંચની ટીમે ચેકિંગ કર્યુ. કુમારસ્વામી ઉત્તરાખંડથી ચૂંટણી પ્રચાર માટે રવાના થઈ રહ્યા હતા. જે દરમ્યાન ચૂંટણી પંચની ટીમે કુમારસ્વામીના સામાનની પણ તપાસ કરી હતી. મહત્વપૂર્ણ છે  કે, આ પહેલા કર્ણાટકના પૂર્વ સીએમ અને  પ્રદેશ ભાજપના અધ્યક્ષ યેદિયુરપ્પાના હેલિકોપ્ટર સહિત તેમના સમાનની તાપસ ચૂંટણી પંચના અધિકારીઓએ કરી હતી. યેદિયુરપ્પા હેલિકોપ્ટર દ્વારા શિવમોગ્ગાથી ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા. જે દરમ્યાન ચૂંટણી પંચની ટીમે આ પ્રકારની તપાસ  હાથ ધરી હતી.

મહત્વનું છે કે પીએમનાં કાફલાની તલાશી લેલાવો પ્રયાસ કરતા આઇએએસ અધિકારી અને ચૂંટણી ઓબ્ઝર્વર એવા 1996 બેચનાં કર્ણાટક કેડરનાં આઇએએસ ઓફિસર મોહંમદ મોહસીનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલયનાં હસ્તક્ષેપ બાદ ચૂંટણી પંચે ગઇ કાલે જ તેમનો સસ્પેન્શન ઓર્ડર કર્યો છે.

READ ALSO

Related posts

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધારે ખરાબ હશે તો હું જાતે શ્રીનગરની મુલાકાતે જઈશ

Mayur

ટ્રાફિક ચાલાનનો દંડ ભરવાથી તમે કરી શકો છો ઇનકાર, જાણી લો શું છે તમારા વિશેષ અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!