GSTV
Home » News » LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

LIVE : કેન્દ્રિય ચૂંટણીપંચની પ્રેસકોન્ફરન્સ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 21 ઓક્ટોબરના રોજ બંન્ને રાજ્યોમાં ચૂંટણી યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે. આ સાથે જ બંન્ને રાજ્યોમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્ર

મુખ્ય ઈલેક્શન કમિશન સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હરિયાણા-મહારાષ્ટ્રમાં 2 નવેમ્બર, 9 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. એવામાં આ પહેલા આ રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પુરી થશે. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદાર છે. 1.28 લાખ CU અને 1.39 લાખ વીવીપેટ મશીન છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર ચૂંટણી થવાની છે જ્યાં 8.94 કરોડ મતદારો છે. આ માટે 1.18 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

હરિયાણા

હરિયાણામાં 1.03 લાખ બેલે યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. હરિયાણામાં 90 બેઠકો છે જ્યાં 1.28 કરોડ મતદારો છે. આ માટે હરિયાણામાં 1.13 લાખ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાત

કેન્દ્રિય ચૂંટણી પંચે આજરોજ ગુજરાત સહિત ઝારખંડ અને હરિયાણાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી. ગત્ત વખતે લોકસભાની થયેલી ચૂંટણી બાદ ગુજરાતના ધારાસભ્યો સંસદસભ્ય બનતા તેમની જગ્યા ખાલી પડી છે. તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જેવા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે. જેથી 7 ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

28 લાખ રૂપિયાનો જ ખર્ચ કરી શકશે ઉમેદવાર

ઈલેક્શન કમિશન સુનીલ અરોડાએ કહ્યું દરેક ઉમેદવાર ચૂંટણીમાં ખર્ચની વધુમાં વધુ લિમિટ 28 લાખ રૂપિયા રહેશે. આ નિયમ બન્ને રાજ્યોમાં લાગુ રહેશે.

ચૂંટણીના એલાન પહેલા મનોહર ખટ્ટરની પ્રેસ કોન્ફરન્સ

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ મનોહર લાલ ખટ્ટરે એનઆરસી અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. ખટ્ટરે જણાવ્યુ હતુ કે, એનઆરસી રાષ્ટ્રીય મુદ્દો છે. જેને હરિયાણા સહિતના તમામ રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે. અને અન્ય દેશના નાગરિકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

મોદી સરકારે આસામમાં એનઆરસીની યાદી જાહેર કરી છે. જે બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યુ હતુ કે, આસામ બાદ દેશભરમાં જરૂર પડશે તો એનઆરસી લાગૂ કરવામાં આવશે.  જે બાદ મોદી સરકારનો પશ્વિમ બંગાળમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી હુ છુ ત્યાં સુધી પશ્વિમ બંગાળમાં એનઆરસીને લાગૂ થવા દેવામાં નહીં આવે.

Read Also

Related posts

ફિલ્મોમાં પોતાના રોલ બાબતે એવું તે શું કહ્યું આ અભિનેત્રીએ, જાણો તેના વિશે

pratik shah

ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ

Bansari

વર્ષ 2021 માં પ્રથમ વખત યોજાશે Women World Cup Under-19, ICCનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!