GSTV

UP અને બિહારની રાજ્યસભાની 2 બે સીટો માટે ચૂંટણીની થઈ જાહેરાત, આ દિવસે થશે ઈલેક્શન

ઈલેક્શન કમિશને ઉત્તર પ્રદેશ અને બિહારમાં રાજ્યસભાની બે સીટો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. બંને રાજ્યોની એક-એક સીટ માટે 16 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને બીજેપીનાં સિનિયર લીડર અરૂણ જેટલી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીના નિધન બાદ બંને સીટો ખાલી પડી છે. ઉલ્લેખનીય છેકે, રામ જેઠમલાણી રાષ્ટ્રીય જનતા દળ કોટેથી રાજ્યસભાના સદસ્ય હતા.

અરૂણ જેટલી UPથી પહોંચ્યા હતા રાજ્યસભા

વર્ષ 2018માં બીજેપીએ પોતાના 7 કેન્દ્રીય મંત્રીઓ સહિત 8 લોકોને રાજ્યસભાની ટિકિટ આપી હતી. જેમાં અરૂણ જેટલી, ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા પહોંચ્યા હતા. 24 ઓગષ્ટે 2019માં લાંબી બિમારીને કારણે દિલ્હીની એઈમ્સમાં અરૂણ જેટલીના નિધન બાદ આ સીટ ખાલી થઈ ગઈ હતી.

બિહારથી રાજ્યસભા પહોંચ્યા હતા રામ જેઠમલાણી

જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીની સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલાં રામ જેઠમલાણી આરજેડી તરફથી બિહારથી રાજ્યસભા પહોંચ્યા હતા. આ વર્ષે 8 સપ્ટેમ્બરે રામ જેઠમલાણીનું નિધન થયા બાદ સીટ ખાલી થઈ હતી.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana

કૃષિમંત્રીનું આશ્વાસન/ MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, ખેડૂતોને સરકારની વાત પર નથી ભરોસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!