GSTV

ચૂંટણી પંચની ફટકાર/ સ્ટાર પ્રચારકમાંથી કમલનાથને હટાવ્યા, પ્રચાર કરવા બોલાવવા હોય તો આપવો પડશે ખર્ચો

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે કમલનાથનું નામ સ્ટાર પ્રચારકોમાંથી હટાવી દીધુ છે. આદર્શ આચારસંહિતાનું વારંવાર ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. જો કે, કમલનાથ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી શકશે, પણ ખર્ચો પાર્ટી નહીં ઉમેદવારે આપવો પડશે.

ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યુ છે કે, કમલનાથની વિરુદ્ધમાં આચાર સંહિતા ઉલ્લંઘનની કેટલીય ફરિયાદો આવી છે. ભાજપ નેતા ઈમરતી દેવીને આઈટમ બોલવા તથા અન્ય એક સભામાં શિવરાજ સિંહ ચૌહાણને પણ નાટકબાજ કહ્યા હતા.

ચૂંટણી પંચે મધ્ય પ્રદેશના સીઈઓના રિપોર્ટના આધારે કમલનાથ પર આચાર સંહિતા ઉલ્લંઘન માટે દોષિ જાણ્યા હતા. ચૂંટણી પંચની વારંવાર રજૂઆત અને ચેતવણી છતાં કમલનાથે પોતાની જીભ પર લગામ લગાવી નહોતી. જેને લઈને ચૂંટણી પંચે હવે એક્શન લીધી છે.

આપને જણાવી દઈએ કે, અગાઉ ચૂંટણી પંચે આઈટમવાળા નિવેદન પર કમલનાથ પાસેથી જવાબ માગ્યો હતો. કમલનાથે આ અંગે કહ્યુ હતું કે, આ નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. ઈમરતી દેવી પર આઈટમ શબ્દ વાપરવા બદલ ચૂંટણી પંચે કેટલીય વખત ચેતવણી પણ આપી હતી.

READ ALSO

Related posts

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

સના ખાન અને અનસ સૈયદે આમ પ્રેમથી ઉતારી એકબીજાની નજર, જુઓ વીડિયો

Karan

મહાન ફૂટબોલર મારાડોનાનું મોત શંકાસ્પદ ? ડોક્ટરના ઘર અને ઓફિસ પર પોલીસની રેડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!