GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે મતદારો માટે ઉભી કરી છે ખાસ વ્યવસ્થાઓ, 100થી વધુ વર્ષના મતદાતાના ઘરે જઈ કરાશે સન્માન

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આજે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની ચૂંટણી અંગેની તૈયારીઓ, ચૂંટણી પંચે મતદારો માટે ઉભી કેરલી ખાસ વ્યસ્થાઓ વિષે પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી.

મતદાન કેન્દ્રો પર ખાસ વ્યવસ્થા
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની ચૂંટણી અંગેની તૈયારી વિશે જણાવતા કહ્યુ કે પોલિંગ સ્ટેશન પર તમામ વ્યવસ્થા કરાશે. મતદાન પ્રથમ માળે નહિ પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિકલાંગ અને દિવ્યાંગ માટે વ્યવસ્થા કરાશે. 7 મતદાન કેન્દ્રો એવા હશે કે જેમાં માત્ર મહિલા મતદાન કરશે. જેમાં મહિલા પોલિંગ અધિકારીઓ અને પોલીસ પણ મહિલા હશે. તમામ કેન્દ્રો પર એક દિવ્યાંગ બુથ હશે જ્યાં માત્ર દિવ્યાંગ મતદાન કરી શકશે. 10 ઓક્ટોબર પછી મતદાર મતદાન કાર્ડ કઢાવી શકાશે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 126થી વધુ વર્ષના મતદાર ચંદ્રવાડિયા અજીબેન સીદાભાઈએ 2017માં કર્યું હતું મતદાન.

100થી વધુ વર્ષના મતદારોનું ઘરે જઈ સન્માન કરાશે
તેમણે કલેક્ટરને સૂચના અપાઈ કે 100 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું ઘરે જઈને સન્માન કરવામાં આવે કારણ કે તેઓ 100 વર્ષના વોટર છે. મતદાર ઉંમરલાયક હશે એટલકે 80 વર્ષ થી 100 વર્ષ ની તેમને લાવવામાં અને મુકવામાં આવશે.

ઉંમરલાયક મતદાતાઓના ઘરે જઈને પણ કરાવાશે મતદાન
આ ઉપરાંત કોઈ મતદાર ઉંમર લાયક મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. આવા મતદારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયા વિડીયો ગ્રાફી થશે. મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા ઘરે થશે. જેથી કોઈ વિરોધ ન કરી શકે.

સી વિઝલન નામની એપ્લિકેશનની જાહેરાત
ચૂંટણી પંચે સી વિઝલન નામની એક એપ્લિકેશન જાહેર કરી છે. ચૂંટણી દરમિયાન થતા કોઈ ખોટા કામો તેનો વિડીયો બનાવીને તેની ફરિયાદ કરે તો 100 મિનિટના ગાળામાં તે ફરિયાદના આધારિત પગલાં ભરવામાં આવશે. ફરિયાદી પોતાનું નામ ગુપ્ત રાખવા માગે તો તે નામ પણ ગુપ્ત રહેશે. જેમાં દારૂ હેરાફેરી, રૂપિયાની લેતી દેતી કે હેરાફેરીનો કોઈ પ્રયાસ કરે તો તેઓ આ એપ્લિકેશન પર સીધી ફરિયાદ કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

ભારે કરી! અભેસિંહ તડવી તો હાર પહેરવાના શોખિન નીકળ્યા, ગળામાંથી હાર કાઢી કાઢીને લાઈનો લગાવી

pratikshah

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah
GSTV