GSTV
Home » News » હિંસાના કારણે પશ્ચિમ બંગાળ માટે ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય, આજ સાંજથી જ પ્રચારના પડઘમ થશે શાંત

હિંસાના કારણે પશ્ચિમ બંગાળ માટે ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય, આજ સાંજથી જ પ્રચારના પડઘમ થશે શાંત

પશ્વિમ બંગાળમાં હિંસાના કારણે ચૂંટણી પંચે મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કાલના બદલે આજ સાંજથી બંગાળમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જવાના છે. આ પ્રકારની જાહેરાત કરતા ચૂંટણી પંચના અધિકારી ચંદ્રભૂષણ કુમારે જણાવ્યુ હતુ કે, દેશના ઇતિહાસમાં પહેલીવાર એવુ બની રહ્યુ છે કે, હિંસાના કારણે  નિયત સમય કરતા પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવામાં આવી.

આમ તો બંગાળમાં 17મી તારીખે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના હતા. જોકે, હિંસાના કારણે આજે રાત્રે 10 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના છે.  ત્યારે ચૂંટણી પંચના આ પ્રકારના આદેશ બાદ પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચની આલોચના પણ કરી તેમણે જણાવ્યુ કે, ચૂંટણી પંચ પીએમ મોદીના ઈશારે કામ કરી રહ્યુ છે.

ચૂંટણી પંચ સંઘના લોકોથી ભરેલુ છે. જેથી આ પ્રકારના નિર્ણય પીએમ મોદીના આદેશ બાદ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પશ્વિમ બંગાળના ગૃહ સચિવ અને સીઆઈડીના મહાનિદેશક રાજીવ કુમારને પણ ચૂંટણી પંચે હટાવવાના આદેશ આપ્યા છે.

Read Also

Related posts

PM મોદીના આ 7 વાયદાઓ જેની સામે રાહુલ ગાંધીના 72,000 હજારને પણ લોકોએ ઠુકરાવી નાખ્યા

Arohi

રમઝાન પૂરો થતાં જ આ 3 જાણીતા લોકોને મૃત્યુદંડ આપશે સાઉદી

NIsha Patel

સુરત : 124 રાઉન્ડમાં થશે મતની ગણતરી, 1500થી વધુ અધિકારીઓ ખડેપગે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!