GSTV
Election Analysis 2022 Gandhinagar Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણીપંચ બન્યું હાઇટેક / સ્કેનિંગની સગવડવાળી બારકોડેડ મતદાર સ્લીપ વહેંચવાની શરૃઆત, ઘરેબેઠા આ રીતે કરો સ્કેન

આજના હાઇટેક યુગમાં સ્ક્રેનનો જમાનો આવી ગયો હોવાથી ચૂંટણી પંચ પણ કેમ પાછળ રહે ? આ વખતે તમામ ૧૬ વિધાનસભાના ૪૭.૪૫ લાખ મતદારોને ઘરબેઠા સ્કેનિંગની સગવડવાળી બારકોડેડ મતદાર સ્લીપ વહેંચવાની શરૃઆત થઇ ગઇ છે. સ્લીપમાં આપેલ કોડ સ્કેન કરવાથી મતદારની અતિથી ઇતિ સુધીની માહિતી ઓનલાઇન જોઇ શકાશે.

ચૂંટણી પંચ દ્વારા દરેક મતદારોને સ્લીપ આપવામાં આવશે

આગામી ૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જેમાં મતદારોએ કયા મતદાન મથક પર કયા વિસ્તારમાં મતદાન કરવા જવુ તે માટે ચૂંટણી પંચ દ્વારા દરેક મતદારોને સ્લીપ આપવામાં આવશે. દર વખતે મતદારોને ફોટાવાળી સ્લીપો આપવામાં આવે છે. આ વખતે ફોટાના બદલે બારકોડેડ મતદાર સ્લીપ આપવામાં આવી રહી છે. આ બારકોડેડની ખાસિયત એ છે કે સ્કેન કરતા જ મતદારોની વિગત જોવા મળશે.

મતદારસ્લીપની પાછળના ભાગે  મતદાન મથકનો ગુગલ મેપ

સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મતવિસ્તાર, મતદાર ઓળખપત્ર, મતદાન ભાગ, સરનામું મતદાર ક્રમાંક, મતદાન મથકનું નામ, સીઇઓની વેબસાઇટ, સીઇઓ કોલ સેન્ટર, ટોલ ફી નંબર સહિતની તમામ વિગતો સ્ક્રેન કરવાથી મળી જશે. એટલુ જ નહીં મતદારસ્લીપની પાછળના ભાગે  મતદાન મથકનો ગુગલ મેપ તથા મતદાનની તારીખ અને મતદાનનો સમય પણ આપવામાં આવ્યો છે.

તમામ વિગતો ઓનલાઇન આપવાની શરૃઆત કરી

આમ આજના સ્ક્રેન યુગમાં ચૂંટણી પંચ હાઇટેક થઇને તમામ વિગતો ઓનલાઇન આપવાની શરૃઆત કરી છે. સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં દરેક ૪૭.૪૫ લાખ મતદારોને આ સ્લીપ ઘરબેઠા પહોંચાડવાની શરૃઆત થઇ ચૂકી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah

સૌરાષ્ટ્ર! વર્ષ 2017ની ચૂંટણીમાં વધુ મતદાનથી કોંગ્રેસને થયો મોટો ફાયદો, જે બેઠક પર ઓછું મતદાન થયું પણ 50 ટકા બેઠકો કોંગ્રેસને ફાળે

pratikshah

આપ નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક CCTV ફૂટેજ જેલમાંથી સામે આવ્યો, નવા વીડિયોમાં જેલના રૂમની સફાઈ

Padma Patel
GSTV