GSTV

પેટાચૂંટણી: ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણીપંચનો જવાબ, તમામ પરસ્થિતીનું મૂલ્યાંકન કર્યા બાદ કરીશું સમીક્ષા

Last Updated on August 19, 2020 by Pravin Makwana

ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણી પર રોક લગાવવાની માંગ સાથે થયેલી અરજીને લઈને ચૂંટણી પંચે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે. જેમાં આગામી ત્રણ દિવસમાં ચૂંટણી પંચ જે રાજ્યોમાં ચૂંટણી યોજાવવાની છે તે માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરશે, તેમ કહેવાયુ છે.

જ્યાં પેટાચૂંટણી યોજાવવાની છે, ત્યાંના મુખ્ય ચૂંટણી અધિકારીઓ આ માર્ગદર્શિકાઓના આધારે રાજ્યની પરિસ્થિતિને જોતા નિર્ણય લે તેમ કહેવાયુ હોવાનો પણ એફિડેવિટમાં ઉલ્લેખ છે. આ મામલે વધુ સુનાવણી 24 ઓગસ્ટે હાથ ધરવામા આવશે. ચૂંટણી જાહેર કરતા પહેલા ચૂંટણી પંચ તમામ સ્થિતિ અને મુદ્દાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કોરોના અંગે પણ સ્થિતિ પર મૂલ્યાંકન કરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સરકાર સાથે પણ સંપર્કમાં છીએ અને તમામ બાબતો બાદ ચર્ચા કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. જરૂર પડ્યે ચૂંટણી પાછી ઠેલવામાં આવશે, તેમ પણ ચૂંટણી પંચે કહ્યુ છે. ચૂંટણી પંચે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી, તેથી આ અરજી ડિસમીસ કરવામાં આવે તેવી પણ માંગ ચૂંટણી પંચે કરી છે.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!