આગામી ત્રણ નવેમ્બરે આયોજિત થનારી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઈને આજે જાહેરનામુ બહાર પડશે. ચૂંટણી પંચ પેટાચૂંટણીને લઈને આજે જાહેર નામુ બહાર પાડશે.અને આજથી ઉમેદવારી ભરવાની કામગીરી થઈ શકશે..16 ઓક્ટોબરે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.
16 ઓક્ટોબરે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે

ભાજપ-કોગ્રેસે હજુ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. ભાજપ 12 તારીખ બાદ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. તો કોંગ્રેસે ભાજપના ઉમેદવારો જાહેર થાય તે બાદ પોતાના ઉમેદવારો જાહેર કરવાની રણનીતિ બનાવી છે…તો આ તરફ એનસીપી પણ આઠેય બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી ચુક્યુ છે.

ભાજપ-કોગ્રેસે હજુ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી

ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ આઠ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજીનામાં આપ્યાં હતાં,
ઉલ્લેખનીય છે કે આ કારણે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કરજણમાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.
READ ALSO
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે
- IndvsAus: બીજા દિવસે વરસાદને કારણે 35 ઓવર્સની રમત ધોવાઈ, ઓસ્ટ્રેલિયાના 369 સામે ભારત 62/2
- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી
- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી