GSTV
India News ટોપ સ્ટોરી

ચૂંટણી ચેકિંગ/ ચેકિંગ દરમિયાન વાહનોમાંથી કરોડોની રોકડ જપ્ત, ગણતરી માટે મશીન મંગાવાયા

ઉત્તર પ્રદેશના કાનપુરના કાકાદેવ પોલીસ સ્ટેશનમાં ચૂંટણી ચેકિંગ દરમિયાન એક વેનમાંથી પાંચ કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્વરૂપનગર વિસ્તારમાંથી પણ પોલીસે એક કરોડથી વધુ રોકડા જપ્ત કર્યા છે. હાલ પોલીસ બન્ને મામલાની તપાસ કરી રહી છે. ઇનકમ ટેક્સની ટીમ પણ સ્થળ પર પહોંચી છે.

પોલીસે સૌથી પહેલા કાનપુરના કાકાદેવ વિસ્તારમાંથી સીએમએસ કંપનીની ગાડીમાંથી પાંચ કરોડથી વધુ કેશ જપ્ત કર્યા હતા. કંપનીના લોકોનું કહેવુ છે કે આ કેશ કાનપુરની વિજળી કંપની કેસ્કોનું કલેક્શન છે. જે બેંકમાં લઇ જવામાં આવી રહ્યા હતા. જોકે પોલીસને સૃથળ પરથી આ પૈસાના કોઇ ડોક્યૂમેન્ટ્સ નહોતા મળ્યા.

ડોક્યૂમેન્ટ્સ વગર જ 1 કરોડ 74 હજાર રૂપિયા લઇ જવાય હતા

જ્યારે સ્વરૂપનગર વિસ્તારમાંથી પણ એક કંપનીની ગાડીમાં કોઇ ડોક્યૂમેન્ટ્સ વગર જ 1 કરોડ 74 હજાર રૂપિયા લઇ જવાઇ રહ્યા હતા. આ સિક્યોરિટી વાહનમાં ચાર કર્મચારીઓ પણ હતા. કર્મચારીઓએ દાવો કર્યો હતો કે આ પૈસાને એટીએમમાં નાખવા માટે લઇ જવાઇ રહ્યા હતા. અન્ય એક પ્રાઇવેટ વાહનમાંથી પોલીસને છ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. કેશ લઇ જનારા પાસે કોઇ કાગળ નહોતા.

કંપનીના કર્મચારીઓએ દાવો કર્યો હતો કે આ પૈસા સંપૂર્ણપણે કાયદેસર છે. બીજી તરફ ડીસીપી મૂર્તીનું કહેવુ છે કે શહેરમાં ત્રણ અલગ અલગ ક્ષેત્રોમાંથી સાત કરોડ રૂપિયાથી પણ વધુ રોકડા જપ્ત કરાયા છે. કેશની ગણતરી કરવા માટે મશીન મંગાવવી પડી હતી. કોઇ પણ પ્રકારના ડોક્યૂમેન્ટ્સ આ પૈસા અંગે ન હોવાથી તેને જપ્ત કરવામાં આવ્યા હતા તેમ પોલીસે જણાવ્યું હતું.

Read Also

Related posts

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel

Big News / ‘મુંબઇમાં ફરી થશે 26/11 જેવો હુમલો’, પાકિસ્તાનથી આવ્યો ધમકીભર્યો મેસેજ

Bansari Gohel

ઉત્તરાખંડમાં આકાશી આફત/ દહેરાદૂનમાં ભારે વરસાદથી તબાહી, રાયપુરમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઇ

Bansari Gohel
GSTV