ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વક આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજનેતાએ જાહેરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરીને સૌને ચોંકાવી દીધા, દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભારતીય જનતા પાર્ટીમાંથી 20 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું, હવે તેઓ ભાજપની સામે ઉતર્યા છે. તેમણે સિદ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો છે. સિદ્ધપુર માં ભાજપમાંથી રાજીનામુ આપનાર પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, તેમણે સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કરી મોટી લીડથી જીતાડવા હાકલ કરી છે.તો બીજી તરફ જયનારાયણ વ્યાસે ભાજપને આડેહાથ લેતા આકરા પ્રહારો કર્યા હતા. હું જ્યાં સુધી કાર્યરત રહીશ ત્યાં સુધી સિદ્ધપુર માટે કામ કરતો રહીશ.

જયનારાયણભાઈનો મતવિસ્તાર સિદ્ધપુર રહ્યો
જયનારાયણભાઈનો મતવિસ્તાર સિદ્ધપુર રહ્યો છે. આ બેઠક પર નવું સીમાંકન લાગુ થયું ત્યાં સુધી બ્રાહ્મણ અને સવર્ણ મતદારોનું વર્ચસ્વ હતું એટલે ભાજપના ઉમેદવાર તરીકે જયનારાયણની જીત ખાસ મુશ્કેલ ગણાતી ન હતી. 2008માં નવું સીમાંકન લાગુ થયું એ પછી સિદ્ધપુર મત વિસ્તારમાં મુસ્લિમોના આઠ ગામ ઉમેરાયા અને ઠાકોર સમાજની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો એ પછી જૂનાં સમીકરણો વેરવિખેર થઈ ગયા. 2012ની ચૂંટણીમાં જયનારાયણે મતવિસ્તાર બદલવાની માંગણી કરી હતી પણ ભાજપ હાઈકમાન્ડે તે નકારી દીધી હતી અને તેમને સિદ્ધપુરથી જ લડવાની ફરજ પાડી. પરિણામે જયનારાયણ ધારણા મુજબ એ બેઠક પરથી હારી ગયા અને એ પછી ભાજપે પણ તેમને હાંસિયામાં ધકેલી દીધા.

- સિદ્ધપુરમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા
- સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કરી મોટી લીડથી જીતાડવા હાકલ કરી
- જયનારાયણ વ્યાસે ભાજપને આડેહાથ લેતા આકરા પ્રહારો કર્યા
- હું જ્યાં સુધી કાર્યરત રહીશ ત્યાં સુધી સિદ્ધપુર માટે કામ કરતો રહીશ
ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતું. ત્યારે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનું આ મામલે નિવેદન સામે આવ્યું હતું કે સીઆર પાટિલે જણાવ્યું હતું કે, ‘નેતાઓના કોઈ પણ સંબંધીઓને ટિકિટ નહીં મળે, જયનારાયણ વ્યાસ બાબતે પણ પાટિલે જણાવ્યું હતું કે 75 વર્ષ થયા હોવાથી પાર્ટી ટિકિટ નહીં આપી શકે. જય નારાયણ વ્યાસે અમને રાજીનામું મોકલ્યું છે અમે તેમના રાજીનામાનો સ્વીકાર કાર્યો છે.’
ઉલ્લેખનીય છે કે, જયનારાયણ વ્યાસે થોડા દિવસ અગાઉ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી તેઓના ભાજપમાંથી રાજીનામાની અટકળો ચાલતી હતી. પરંતુ આજે તેમના રાજીનામા બાદ વધુ એક સમાચાર મળી રહ્યા છે જેમાં તેમણે કેજરીવાલ સાથે મુલાકાત કરી હોવાનું સામે આવ્યું છે. રાત્રીના સમયે સિંધુ ભવન રોડ પરની તાજ હોટેલ ખાતે આ મુલાકાત થઈ હોવાનું જાણવા મળે છે.
REA\D ALSO
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે
- અમદાવાદ / હોલ-પાર્ટીપ્લોટના બુકીંગથી AMCને એક વર્ષમાં થઇ 30 કરોડની આવક