GSTV

ર૩મીએ પરિણામઃ માયાવતી વડાપ્રધાન બને તેવી સંભાવના કેટલી ?

Mayawati banned

બસપા સુપ્રિમો માયાવતીએ અગાઉ વડાપ્રધાન બનવાની ઇચ્છા જાહેર કરી ચુકયા છે ત્યારે આગામી ર૩ મેના રોજ પરિણામ આવ્યા બાદ ભાજપ કે કોંગ્રેસને બહુમતિ નહીં મળે તો અન્ય પક્ષો એકઠા થઇ સરકાર રચી શકે, આ માટે અત્યારથી જ આ માટે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપ,કોંગ્રેસ સિવાયના મોરચામાં બસપાના સુપ્રિમો માયાવતી અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીમાંથી કોઇ એક વડાપ્રધાન બનવાનો દાવો કરી શકે.

માયાવતી સ્પષ્ટ કરી ચુક્યા છે કે જો તેમને વડાપ્રધાન બનવાનો મોકો મળશે તો તે ઉત્તરપ્રદેશના આંબેડકરનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે આ પદ માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ દાવેદાર છે એટલે એ માયાવતીની મહત્વાકાંક્ષાથી ખુશ ન થાય એ સ્વાભાવિક છે.

એવી પણ ખબર છે કે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, માયાવતી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ મતદાન પૂર્ણ થાય એ પહેલા દિલ્હીમાં મળનારી બેઠકને ટાળી શકે છે, આ બેઠકનું નેતૃત્વ કોંગ્રેસ કરે છે.

સૂત્રો કહે છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદૃબાબુ નાયડુ ગત સપ્તાહે બંગાળ ગયા હતા અને તેમણે મમતા બેનર્જી સાથે મુલાકાત યોજી હતી.તેમણે દિલ્હીમાં મળનારી બેઠકની વાત કરી ત્યારે મમતાએ કહયું કે ર૩ મીએ પરિણામો આવી જાય ત્યાં સુધી આવી મીટીંગની કોઇ જરૂર નથી.માયાવતી તરફથી જ પણ આવો જ જવાબ મળ્યો હતો.વડાપ્રધાનપદની રેસમાં માયાવતી અને મમતાની વાત કરીએ તો મમતા બિનકોંગ્રેસ અને બિનભાજપના નારા આપી બાકીના દળોના નેતા બનવાની કોશિષ કરી રહી છે તો બીજી તરફ માયાવતી પણ ધીમા પગલે પોતાના સમીકરણો કામે લગાડવામાં લાગી ગઇ છે.

બસપાએ વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં એચડી દેવગૌડાના પક્ષ જનતાદળ સેકયુલર સાથે જોડાણ કર્યુ  હતું અને ફાયદો એ થયો કે મહત્વના મતદારોએ જેડીએસને પૂરો સહકાર આપ્યો અને બસપા એક બેઠક મેળવવામાં સફળ થઇ ગઇ.કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા બાદ કુમારસ્વામીએ કહયું કે જો સંજોગો ઉભા થશે તો તે વડાપ્રધાનપદ માટે માયાવતીને સમર્થન કરશે.ત્યાર બાદ હરિયાણાના મોટા નેતા અભય ચૌટાલાએ પણ માયાવતીને સમર્થન આપવાની વાત કરી છે.  જો એનડીએ કે યુપીએને બહુમતિ નહીં મળે તો કોંગ્રેસ અન્ય જે જુથ યુપીએ સાથે નથી તેને સાથે લઇ દેશના પ્રથમ દલિત વડાપ્રધાન બનાવવા માટે માયાવતીને સમર્થન કરી શકે છે. આ રીતે કોંગ્રેસને દલિત મતો મેળવવાનો મોકો મળી જશે. આમેય  કોંગ્રેસ નેતાઓ છાતી ઠોકીને કહે છે કે તેમના પક્ષે જ સૌથી પ્રથમ કોઇ દલિત નેતાને ધુરા સોંપી હતી.

Read Also

Related posts

કાશ્મીરમાં આતંકીઓનો નવો પેંતરો: હવે સ્લો ઇન્ટરનેટ પર ચાલતી Appsનો ઉપયોગ કરી રહ્યાં છે આતંકવાદી સંગઠનો

Bansari

ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!

pratik shah

LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!