GSTV

ઓ બાપ રે/ બાલ્કનીમાં કપડા સુકવવા આવેલી મહિલા 19માં માળેથી નીચે પટકાઈ, આવી રીતે હવામાં લટકતી રહી

Last Updated on November 24, 2021 by Pravin Makwana

ચીનમાં એક વૃદ્ધ મહિલા 19માં માળેથી પટકાઈ.તે પોતાના ઘરની બાલ્કનીમાંથી ધોયેલા કપડા સુકવવા માટે આવી હતી. આ દરમિયાન તેને પગ લપસી ગયો અને તે 19માં માળેથી નીચે આવી પડી. જોકે, ત્યાં સુધીમાં એક ચમત્કાર થયો, જેનાથી મહિલાનો જીવ બચી ગયો. આવો જાણીએ શું છે આખો ઘટનાક્રમ…

હકીકતમાં જોઈએ તો, આ મામલો દક્ષિણી ચીનના જિઆંગસુ પ્રાંતના યંગ્ઝહૌનો છે. અહીં એક 82 વર્ષિય વૃદ્ધ મહિલા પોતાના એપાર્ટમેન્ટના 19 માળની બાલ્કનીમાંથી કપડા સુકવવા આવી હતી. બરાબર આજ સમયે તેનો પગ લપસી ગયો અને તે નીચે આવી. આ ઘટનાનો એક વીડિયો પણ સો. મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

આવી રીતે બચી ગયો જીવ

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક વૃદ્ધ મહિલા 19મા માળેથી બાલ્કનીમાંથી લપસી ગઈ, અને 18માં માળ બાલ્કનીમાં રાખેલા કપડાને એંગરમાં ફસાઈ ગઈ. તેના સહારે તે હવામાં લટકી રહી. મહિલાનું માથુ, હાથ અને ધડ 17માં માળે લટકી રહ્યુ હતું. જ્યારે તેના પગ 18માં માળે કપડાના રૈકમાં ફસાઈ ગયા હતા.

જેવુ લોકોએ આ ઘટના જોઈ કે, તેમના તો હોંશ ઉડી ગયા. તો તાત્કાલિક પોલીસ અને રેસ્ક્યુ ટીમને બોલાવી. બચાવ ટીમની એક ટોળકીએ 18માં માળે ગઈ જ્યારે બીજી ટીમ 17માં માળે ગઈ. તેમણે મહિલાના શરીરને ચારેતરફથી દોરડાવડે બાંધી દીધી. બાદમાં ધીમે ધીમે બાલકનીમાં ખેંચી લીધી.

આ ટીમે બહાદુરીથી મહિલાને બચાવી લીધી. વૃદ્ધ મહિલાને કોઈ ગંભીર ઈજા થઈ નથી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. જેણે પણ આ ઘટના જોઈ તેના મોઢામાંથી એક શબ્દો નિકળ્યો, મહિલાનું બચવું એક કોઈ ચમત્કારથી ઓછુ નથી.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!