એકતા કપૂરની ‘નાગિન ૩’ આ વર્ષની બહુ ચર્ચિત સીરિયલમાંથી એક છે. આ સીરિયલના પાછલાં બે સીઝન લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા અને TRP લીસ્ટમાં બંને સીઝને ખૂબ ધમાલ મચાવી હતી. બંને સીઝનમાં મોની રોય મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી અને હવે એકતા ‘નાગિન ૩’માં કોઈ નવો જ ચહેરો લઇને આવી રહી છે.
થોડા સમય પહેલા એકતાએ સોશિયલ મીડિયા પર અનીતા હસનંદાની અને કરિશ્મા તન્નાના લુકનો ખુલાસો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ સીરિયલમાં સુરભિ જ્યોતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં મુંબઈના લોનાવલામાં તેની શૂટિંગ ચાલી રહી છે.
કરિશ્મા અને અનીતા આ સીરિયલના સેટ પરના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. સેટ પરથી સામે આવતા ફોટા અને વીડિયોને જોઈને તેમના ફેન્સ નાગિનના ત્રીજા સીઝનની રાહ જોઈ રહ્યા છે. અમે તમારા માટે આ શો સાથે જોડાયેલી એક એવી ખબર લઇને આવ્યા છીએ કે તમારી આ સીરિયલને જોવાની ઉત્સુકતા વધી જશે.
Stay tuned for the return of Naagin, coming very soon on Colors TV! pic.twitter.com/h7o43X13FG
— Colors TV UK (@ColorsTVUK) January 2, 2018
હકીકતમાં આ સીરિયલને લઇને એવી ખબર સામે આવી રહી છે કે આનો પ્લોટ અક્ષય કુમાર અને સની દેવોલની ફિલ્મ ‘જાની દુશ્મન’થી પ્રભાવિત થઇને બનાવામાં આવ્યો છે. આ સીરિયલમાં રજત ટોકસ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તે આ સીરિયલમાં નાગરાજની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક દુર્ઘટનામાં કરિશ્મા તન્ના પોતાના નાગરાજને ખોઈ બેસે છે પોતાના નાગરાજના અપરાધીઓ પાસે બદલો લેવાની આગમાં કરિશ્માનું કેરેક્ટર બધું તબાહ કરી દેશે. ફિલ્મ જાની દુશ્મનની કહાની પણ કંઇક આવી જ હતી.