ટેલિવિઝનનો મોસ્ટ અવેઇટેડે શૉ એટલે કે નાગીનની ત્રીજી સીઝનનો ઑફિશિયલ લુક રિલિઝ કરવામાં આવ્યો છે. એક્તા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર હિટ ટીવી શૉ નાગિનની નવી સીઝન નાગિન 3માં લીડ એક્ટ્રેસ એટલે કે નવી નાગિનનો લુક શેર કર્યો છે.
આ વખતે નાગિન 3ની નાગિન બની છે બિગ બૉસની ફેમસ કન્ટેસ્ટન્ટ કરિશ્મા તન્ના. કરિશ્માનો નાગિન અવતાર અગાઉની નાગિન કરતા તદ્દન અલગ છે. આ વખતે નાગિન ગોલ્ડ શિમર નહી પરંતુ ડાર્ક શેડ ડ્રેસમાં પરત ફરી છે. લાઉડ મેકઅપ અને એન્ટીક જ્વેલરીમાં કરિશ્માના આ લુકને ફેન્સની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.
નાગિન 3માં કરિશ્મા તન્ના મૌની રૉયનો ચાર્મ લાવી શકશે? તે એક મોટો પ્રશ્ન છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે કદાચ આ શૉના ફેન્સ હજુ પણ મૌની રૉયને નાગિન તરીકે જોવા માંગે છે.
એકતાની આ પોસ્ટ પર કેટલાક ફેન્સે તેમને મૌનીને પરત લાવવાની વિનંતી કરી છે તો કેટલાંકે તો અત્યારથી જ આ શો ન જોવાનો નિર્ણય લઇ લીધો છે.
ઘણાં સમયથી રહસ્ય ઘૂંટાતુ જઇ રહ્યું હતું કે નાગિનની ત્રીજી સિઝનમાં નાગિન તરીકે કઇ એક્ટ્રેસ હશે. થોડા સમય પહેલા એવા અહેવાલો પણ મળ્યાં હતાં કે કબૂલ હૈ ફેમ સુરભિ જ્યોતિ નાગિનના પાત્રમાં જોવા મળશે પરંતુ આખરે એકતાએ જ આ સસ્પેન્સ પરથી પડદો ઉચકી લીધો છે.