ના હોય! લગ્ન પહેલાં જ માતા બની ગઇ એક્તા કપૂર, જીતેન્દ્ર તો….

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો સિક્કો ચલાવનારી પ્રોડ્યુસર એક્તા કપૂરના જીવનમાં ખુશીઓએ દસ્તક આવી છે. એક્તાના જીવનમાં એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. એક્તાના ભાઇ તુષાર કપૂર ત્રણ વર્ષ પહેલાં સરોગેસીથી પિતા બન્યો હતો. હવે તેની બહેન એક્તા કપૂર પણ માતા બની ગઇ છે. એક્તાના ઘરે દિકરાનો જન્મ થયો છે. 43 વર્ષીય એકતા પણ સરોગસીથી માતા બની છે.

એકતાના દિકરાનો જન્મ 27 જાન્યુઆરીના રોજ થયો. એક અહેવાલ અનુસાર બાળક એકદમ હેલ્ધી છે. આ ખુશખબર ખુલ કપૂર ફેમિલીએ આપી છે.

એકતા કપૂરના પિતા અને જાણીતા અભિનેતા જીતેન્દ્ર બીજી વાર દાદા બનતાં તેમની ખુશીઓ સાતમા આસમાને છે. એવી આશા છે કે એકતા પણ ટૂંક સમયમાં પોતાની આ ખુશી પોતાના ફેન્સ સાથે શેર કરશે.

જણાવી દઇએ કે તુષાર અને એકતા બંનેએ હજુ સુધી લગ્ન નથી કર્.. વર્ષ 2016માં તુષાર દિકરા લક્ષ્યનો પિતા બન્યો હતો.

જણાવી દઇએ કે તુષાર સિંગલ પેરેન્ટ છે અને હવે તેની બહેન પણ સિંગલ પેરેન્ટ બનીને ખુબ જ ખુશ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter