GSTV
Home » News » હિના ખાન OUT : હવે આ એક્ટ્રેસ બની એકતા કપૂરની નવી કોમોલિકા

હિના ખાન OUT : હવે આ એક્ટ્રેસ બની એકતા કપૂરની નવી કોમોલિકા

ટીવી શો કસોટી જીંદગીમાં વિતેલાં દિવસોમાં કોમોલિકાના રોલ માટે હિના ખાનને પસંદ કરાઈ હતી. પરંતુ પોતાના બૉલીવુડ પ્રોજેક્ટ્સમાં બીઝી હોવાના કારણે હિના ખાન શોને વચ્ચેથી જ છોડી દીધો છે. હિના ખાને શૉને વચ્ચેથી છોડી દેતા તેના ફેન્સ ઘણા નિરાશ થયા છે. એકવાર ફરી કસોટીમાં કોમોલિકાની વાપસી થવા જઈ રહી છે. પરંતુ આ વખતે કોમોલિકાના રોલમાં હિના ખાન નહી કોઈ અન્ય દેખાવાનું છે.

વાસ્તવમાં, આશા કરાઈ રહી છેકે, હિના ખાન જેવી ફિલ્મ પ્રોજેક્ટ્સમાંથી ફ્રી થશે કે તેને ફરીથી શોમાં લેવાશે. હિના ખાનનો ઈરાદો હવે ટીવીની દુનિયામાં પાછા આવવાનો લાગી રહ્યો નથી. એવામાં કોમોલિકાના રોલ માટે અન્ય કોઈ એક્ટ્રેસની શોધ કરાઈ હતી.

બૉલીવુડ લાઈફના રિપોર્ટ મુજબ, આગામી દિવસોમાં કોમોલિકા અને મિસ્ટર બજાજ એક સાથે કામ કરશે. કોમોલિકાના રોલ માટે ઘણી એક્ટ્રેસનાં નામોનું સજેશન એકતા કપૂરને કરવામાં આવ્યુ હતુ. જેમાં રાગિની ખન્ના, મધુરિમા તુલી, રિદ્ધી ડોગરાના નામનો સમાવેશ થાય છે. પરંતુ એકતા કપૂરે ફક્ત સનાયા ઈરાનીના નામ પર મ્હોર લગાવી હતી. પરંતુ સનાયાએ આ પ્રકારનો રોલ કરવા માટે ઈનકાર કર્યો હતો. ત્યારે હવે ખબરો આવી રહી છેકે, જૅસ્મિન ભસીનનાં નામ પર પસંદગી ઉતારાઈ છે. જૅસ્મિન ખતરો કે ખિલાડીમાં દેખાઈ હતી.

જૅસ્મિન ભસીનને લઈને કસોટી જીંદગી શોના મેકર્સે શું નક્કી કર્યુ તે તો હવે આગામી દિવસોમાં જ ખબર પડશે, પરંતુ આ વખતે નક્કી માનવામાં આવ્યુ કે, હિના ખાન કોમોલિકાના રોલમાં દેખાશે નહી.

READ ALSO

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!