ડેલી ટીવી શોપની ક્વીન એકતા કપૂરે (Ekta kapoor) પોતાના ભાઈ તુષાર કપૂરની જેમ જ સેરોગેસીનો સહારો લઈ સિંગલ પેરેન્ટ્સ બની છે. તેણીનો એક દિકરો છે જેનું નામ રવિ છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એકતા કપૂરે (Ekta kapoor) જણાવ્યુ કે, તેમણે કેમ સેરોગેસીનો સહારો લીધો અને કેમ અત્યાર સુધી તેમણે લગ્ન કર્યા નથી.
36 વર્ષે જ પોતાના એગ્સને સ્ટોર કરાવી લીધા
વાતચીત દરમિયાન એકતા કપૂરે (Ekta kapoor) ખુલાસો કર્યો કે, તેણીએ 36 વર્ષની ઉંમરમાં જ પોતાના એગ્સને સ્ટોર કરાવી લીધા હતા. જો કે, મને ઘણા લાંબા સમયથી આ પ્રકારનું કરવાનું મન હતું, પરંતુ આ શું હતુ તે મને પણ ખબર ન હતી. મને લાગતું હતું કે, મારા લગ્ન થશે કે નહી. કારણ કે, હું પહેલાથી જ લગ્ન કરવા માટે ક્યારેય તૈયાર હતી નહી. હું હંમેશા આવી જ રહી છું. મને લાગતું હતુ કે, મારા લગ્ન ક્યારે થશે કે, થશે જ નહી.

એકતા લગ્ન અને સેટલ થવાના મૂડમાં નથી
એકતા (Ekta kapoor) એ જણાવ્યુ કે, તેમના માતા-પિતાને આ વાત સમજવામાં ખૂબ જ સમય લાગ્યો કે, તેણી લગ્ન અને સેટલ થવાના મૂડમાં નથી. જેથી તેણીની માતાએ એકતાના સમજાવ્યુ કે, તેણી સરોગેસી થકી માતા બની શકે છે, પરંતુ ત્યારે જ્યારે સાચો સમય આવે. વધુમાં એકતાએ જણાવ્યુ કે, બાદમાં મારો ભાઈ તુષાર કપૂર આવ્યો અને કહ્યુ કે, તે સરોગેસી થકી સિંગલ પિતા બનવા માગે છે.
સરોગેસી થકી એકત માતા બની
ઉલ્લેખનીય છે કે, 27 જાન્યુઆરી 2013ના રોજ સરોગેસી ટેકનીક થકી એકત કપૂર માતા બની છે. તેણી પોતાના દિકરાની ખૂબ જ નજીક છે. કેટલાક સમય પહેલા પૈપરાજીથી એકતાએ પોતાના દિકરાનું મોં છુપાવી રાખ્યુ હતું. હવે કેટલાક મહિનાઓ પહેલા જ એકતા કપૂરે દિકરા રવિને લોકો સાથે મળાવ્યો હતો. એકતાએ પોતાના દિકરાનો પ્રથમ બર્થ-ડે ધામધુમથી સેલિબ્રેટ કર્યો તો. જણાવી દઈએ કે, એકતા પોતાના ભાઈ તુષાર કપૂરના દિકરા લક્ષ્યને પણ ખૂબ જ પ્રેમ કરે છે.
દિકરાનુ નામ Ravie Kapoor
એકતા કપૂરે પોતાના દિકરાનું નામ જ્યોતિષની સલાહ પ્રમાણે રાખ્યુ છે. એસ્ટ્રેલૉજર સંજય બી જુમાનીએ જણાવ્યુ કે, એકતાના દિકારના નામના પ્રથમ શબ્દમાં અંગ્રેજીનો E અક્ષર હોવો ખૂબ જ ભાગ્યશાળી છે. ઉલ્લેખનીય છે કે, એકતાના દિકારના નામના છેલ્લો વર્ડ E આવે છે. કારણ કે તેણીના દિકરાનુ નામ Ravie Kapoor છે.
READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ