GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

એકતા કપુરે આ સાત કલાકારોને ગલીથી ઉઠાવી સ્ટાર બનાવ્યા, ચમકી ગઈ તેમની કિસ્મત

ટીવીની રાણી એકતા કપૂરનુ નામ ઘર ઘરમાં પ્રખ્યાત છે. સામાન્ય કલાકારને સ્ટાર બનાવવાનો શ્રેય એકતાના ફાળે જાય છે. ટીવીથી વેબ સીરિજ સુધી એકતાનુ શાસન છે. જો એકતાને સ્ટાર મેકર્સ કહેવામાં આવે તો તે ખોટું નથી. એકતાએ પ્રોડ્યુસર છે કે જે નાની સ્ક્રીનથી મોટી કમાણી કરે છે. આજે તે સાત કલાકારો વિશે વાત કરીએ કે જેને એકતાએ સ્ટાર બનાવ્યા. જણાવી દઈએ કે 7 મી જૂને એકતા કપૂર તેનો 44મો જન્મદિવસ ઉજવશે.

આ લાઈનમાં સૌથી પહેલા વાત અભિનેતા સુશાંત સિંહ રાજપુતની કરીએ. ટીવી પરની સિરિયલ “પવિત્ર રિશ્તા”થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિરિયલથી તે જોત જોતામાં છોકરીઓનો સ્ટાર બન્યો હતો. આ કારણે તેને બોલીવુડમાં મોટો બ્રેક મળ્યો અને તેણે એમ.એસ. ધોની, કાય પો છે અને પીકે જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતુ.

વિદ્યા બાલન ટીવીનો ખુબ જુનો ચહેરો છે. તે ટીવી શો ‘હમ પાંચ’માં જોવા મળી હતી. જણાવી દઈએ કે એકતા કપૂર જ ‘હમ પાંચ’ શો લઈને આવી હતી. આ પછી વિદ્યાનું ભાવિ ચમક્યું અને તેને ફિલ્મ ‘પરિણીતા’માં એક મહત્વનું પાત્ર મળ્યુ. ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ દ્વારા તેને બૉલીવુડમાં મોટી ઓળખ મળી.

રોનીત રોય ફિલ્મોમાં ફૉપ પછી એકતાની શ્રેણી ‘કસોટી ઝિંદગી કી’ સિરિયલમાં નજરે ચડ્યા હતા. આ સિરિયલે તેને મીસ્ટર બજાજનું નામ આપ્યું હતું જે હજુ પણ તેના ઘરમાં પ્રસિદ્ધ છે. આ પછી બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં રોનીત રોય દેખાયા હતા.

એકતા કપૂરે બોલીવુડની સુંદર અભિનેત્રી પ્રાચી દેસાઈ પણ આપી હતી. જણાવી દઈએ કે એકતનીસ સીરિયલ ‘કસમ સે’થી પોતાનું ડેબ્યુ કર્યુ હતુ ત્યાર પછી તેણે બોલીવુડમાં તેની એન્ટ્રી હિટ હતી. તે ‘રોક ઓન’, ‘વન વેન અપન એ ટાઇમ ઇન મુંબઈ’ અને ‘બોલ બચ્ચન’ ફિલ્મમાં જોવા મળી હતી.

અભિનેતા રાજીવ ખંડલવાલનું નામ પણ એકતાની હિટ લિસ્ટમાં આવે છે. તેણે ટીવી સીરિયલ ‘કહી તો હોગા’ માં પહેલીવાર તેને જોવામાં આવ્યો હતો અને અહીંથી લોકોએ તેને ઓળખવાનું શરૂ કર્યું હતું. આ પછી, તેણે ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. તેને ‘આમિર’, ‘ફિવર’ અને ‘ટેબલ નંબર 21’ ફિલ્મમાં જોવામાં આવી હતી.

એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘નાગિન’ વિશે દરેક લોકો જાણતા હશે. મોની રોયને આ શોમાંથી નવી ઓળખ મળી. મોનીનું ભાગ્ય પણ ચમક્યું હતુ અને તેને સલમાનની બોલીવુડની ફિલ્મ ’રેસ 3’ અને અક્ષય કુમારના ‘ગોલ્ડ’માં જોવા મળી હતી.

અંતે અભિનેત્રી અનિતા હસનંદાનીની. તે ટીવી સીરિયલનો જૂનો ચહેરો છે. અનિતાએ સીરિયલ કાવ્યાંજલીથી ડેબ્યુ કર્યુ હતુ. આજે નાના અને મોટા સ્ક્રીન પર અનીતા કામ કરે છે. ‘આપ સા’, ‘ક્રિષ્ના કોટેજ’ જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી.

READ ALSO

Related posts

હવે પાકિસ્તાન અને ચીન ફફડી જશે : ભારતને મળી ગયા લડાકુ હેલિકોપ્ટર અપાચે અને ચિનુક, રાત્રે પણ કરી શકાશે હુમલો

Mansi Patel

યુવરાજે પોસ્ટ કર્યો એક વિશેષ કસરતનો વીડિયો, તો કૈફે યુવીને આપ્યો છે આ પડકાર

Harshad Patel

OMG! 450GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ, જાણી લો 599 વાળા આ પ્લાન્સ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!