મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોવિડમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હવે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બને તેવી સંભાવના છે. એકનાથ શિંદે જૂથે પોકારેલા બળવા બાદ ઉદ્ધવ સરકારના ફ્લોર ટેસ્ટ તથા વૈકલ્પિક સરકારની રચના બાબતે કોઈ પગલાં ભરવામાં આવશે તેવી અટકળો સેવવામાં આવે છે.

શિવસેના ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સરકાર સામે બળવો
રાજ્યમાં એક તરફ એકનાથ શિંદેના વડપણ હેઠળ બહુમતી શિવસેના ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સરકાર સામે બળવો પોકારતાં સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. બરાબર આ જ સમયે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના સંક્રમિત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને કારણે વર્તમાન રાજકીય સંક્ટમાં રાજ્યપાલની ભૂમિકા મર્યાદિત થઈ ગઈ હતી. આમ તો ગોવાના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજયપાલ તરીકેનો હવાલો સોંપાયો હતો પરંતુ હવે કોવિડમાં બહુ લાંબા સમય સુધી હોસ્પિટલાઈઝેશનની જરુર નહીં રહેતી હોવાથી ભગતસિંહ કોશ્યારી પાછા ફરે તેની રાહ જોવાતી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તબીબોનું કહેવું છે કે તેમની તબિયત સારી છે.

હવે રાજ્યપાલ રાજભવનમા પાછા ફર્યા હોવાથી મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિઓ ઝડપથી આગળ વધશે. શિંદે જૂથ અન ભાજપ અલગ અલગ રીતે અથવા તો સાથે મળીને સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાથી ફ્લોર ટેસ્ટની માગણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળોનો પણ અંત જલ્દી આવી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. નોંધનીય છે કે એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.
ઉદ્ધવ ઠાકરે કદાચ રાજીનામું આપી વિધાનસભા વિસર્જનની માગણી કરે

ઉદ્ધવ ઠાકરે કદાચ રાજીનામું આપી વિધાનસભા વિસર્જનની માગણી કરે તો પણ તેમની સરકાર લઘુમતીમાં આવી ચુકી હોવાથી રાજ્યપાલ તેમની ભ લામણ માનવા બંધાયેલા નથી. તેઓ સરકાર રચવાના અન્ય વિકલ્પો ચકાસી શકે છે અને ગૃહમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.
READ ALSO
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો
- મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો