શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મંગળવારે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં મુંબઈ પહોંચી જશે. આ પહેલા આજે તેઓ ગુવાહાટીના મંદિરમાં નજર આવ્યા હતા. તેમણે આજે કેટલાક બળવાખોર ધારાસભ્યોની સાથે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા હતા. તેઓ એક સપ્તાહ કરતા પણ વધુ સમયથી આજ શહેરની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે.
Maha crisis: Rebel Shiv Sena MLAs to depart from Guwahati today
— ANI Digital (@ani_digital) June 29, 2022
Read @ANI Story | https://t.co/J7MEcc6RXY#MaharashtraPolitcalCrisis #Shivsena #Guwahati pic.twitter.com/RIFhURov6A
તમને જણાવી દઈએ કે, બીજેપીએ કાલે જ ગવર્નર પાસે ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી. મંગળવારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ફડણવીસે રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમત સાબિત કરવા કહે. બીજી તરફ એકનાથ શિંદેએ 50 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો છે તો આ મુદ્દે રાજકીય નિવેદનોનો મારો પણ ચરમસીમા પર છે.
Maha crisis: Eknath Shinde visits Kamakhya temple in Guwahati, says 'ready for floor test'
— ANI Digital (@ani_digital) June 29, 2022
Read @ANI Story | https://t.co/dmUSMx52FU#Eknath_Shinde #Shivsena #Maharashtra pic.twitter.com/1jwBiEyQgt
આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, અમે રાજ્યપાલને એક પત્ર સોંપ્યો છે જેમાં તેમને સરકારને સદનમાં બહુમત સાબિત કરવા માટે કહેવા વિનંતી કરી છે. રાજભવનમાં ફડણવીસની સાથે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપા અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ અને પાર્ટી નેતા સુધીર મુંગટીવાર, પ્રવીણ દારેકર, ગિરીશ મહાજન અને આશીષ શેલાર પણ હતા.
READ ALSO
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ
- PF એકાઉન્ટ હોલ્ડર્સને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો ફાયદો! જાણો તમે કેવી રીતે લઇ શકો છો લાભ
- ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
- બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા