શિવ સેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેએ મંગળવારે ખોંખોરો ખાઇને કહ્યું હતું કે શિવ સેના અમારી વિરુદ્ધ જે કોઇ જાતજાતના દાવા કરે છે તેને હું જાહેરમાં પડકારું છું. શિવ સેનાના બધા દાવા અને આક્ષેપો સાવ પાયાહીન છે. અમારા જૂથમાં મજબૂત એકતા અને સંપ છે.

શિંદેએ પત્રકારો સાથે વાત કરતાં આવી ભારપૂર્વક સ્પષ્ટતા કરી
એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાત કરતાં આવી ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું બહુ જલ્દી મુંબઇ આવીશ. વળી, ઉદ્ધવ ઠાકરે સાથે ઓછામાં ઓછા ૨૯ MLA સંપર્કમાં છે એવા શિવ સેનાના દાવાને હું પડકાર ફેંકું છું. અમારા કયા કયા MLAઉદ્ધવ ઠાકરે સાથે સંપર્કમાં છે મને તે બધાંના નામ આપો અથવા તમે જાહેર કરો.

છેલ્લા એક-બે દિવસથી શિવ સેનાના અગ્રણીઓ એવી હવા ફેલાવી રહ્યા છે કે ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે જે વિધાનસભ્યો છે તેમાંનાં ઓછામાં ઓછા ૨૦ વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. આ બધા સભ્યો મુંબઇ આવવા ઇચ્છે છે.
શિવ સેનાના પાયાના પથ્થર જેવા એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાતચીત કરતાં ભરપૂર આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે અમારા જૂથમાં પૂરા 50 વિધાનસભ્યો છે.વળી, આ તમામ ૫૦ વિધાનસભ્યો તેમની સંપૂર્ણ મરજી, સંમતિ અને રાજીપાથી અહીં આવ્યા છે. અમારા જૂથના બધા વિધાનસભ્યોનો એક જ હેતુ છે, શુદ્ધ હિન્દુત્વની રક્ષા કરો.
READ ALSO
- બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા
- હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી
- સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ
- ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત