GSTV
Home » News » ફિલ્મ રિવ્યૂ : આ ફિલ્મ તેના વિષયના કારણે એક વખત તો થીએટરમાં જોવી જ પડે

ફિલ્મ રિવ્યૂ : આ ફિલ્મ તેના વિષયના કારણે એક વખત તો થીએટરમાં જોવી જ પડે

તો ફિલ્મી ફ્રાઈડે રિલીઝ થઈ ચૂકી છે એક લડકી કો દેખા તો એસા લગા…. ફિલ્મનું ટાઈટલ ઓલરેડી અનિલ કપૂરની જ ફિલ્મ 1942 અ લવ સ્ટોરીના કુમાર સાનુંના ફેમસ ગીતમાંથી ઉઠાવવામાં આવ્યું છે. પહેલા ગીતોની રિમેક બનતી અને હવે ગીતોના બોલને ઉઠાવી ફિલ્મો પણ બનવા લાગી છે. જૂની ફિલ્મોમાંથી કંઈ ઉઠાવો એટલે નવું જ નેટ પર દેખાવા લાગે જૂની ફિલ્મ તો મોહે જો દરોની માફક ઈતિહાસ બની જાય. પણ આ ફિલ્મની કહાની એવી છે કે એક વખત તો તમને જોવા જવાનું મન થશે જ. પહેલા એવું લાગતું હતું કે ફિલ્મ એક પંજાબી હલ્કી ફુલ્કી લવ સ્ટોરી હશે, પણ ફિલ્મ જોયા બાદ ટાઈટલ સાર્થક નિવડ્યું છે તેવું કહી શકશો.

માની ન શકાય તેવી વાર્તા

પંજાબ શહેરમાં ગાર્મેન્ટનો બિઝનેસ કરે છે ચૌધરી ફેમિલી. ચૌધરી અનિલ કપૂર, તેમની માતાજી અને બે બાળકો. બબલૂ અને સ્વીટી. સ્વીટી પોતાના નામની જેમ જ મીઠડી છે. સમસ્યા એ છે કે સ્વીટીને પ્રેમ થઈ ગયો છે. ભારતમાં જે રીતે છોકરીઓને પ્રેમ થઈ જાય એમ બસ સ્વીટીને પ્રેમ થઈ ગયો છે. એક એવો પ્રેમ જેને લગ્નના માંડવે પહોંચાડવાની પરિવારના લોકો કોઈ દિવસ ઈચ્છા ન રાખે. કેમ કે સ્વીટીને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે !! ચૌધરી ફેમિલીના કાનમાંથી ગરમ ગરમ ધૂમાડા નીકળી જાય છે. લેસ્બિયન મેરેજ કેવી રીતે શક્ય બને ? હવે સ્વીટી શું કરે ? ભાગે કે પછી ભાગીને પરણે ? હવે સ્વીટીને મદદ કરે છે સાહિલ મિર્ઝા. જે નિષ્ફળ રાઈટર છે. પ્રેમીમાંથી દોસ્ત બની ચૂક્યો છે અને કેવી રીતે મદદ કરે છે ? આ માટે ફિલ્મ જોઈ લેવી. પણ જોતા પહેલા ફિલ્મ કેવી રીતે થીએટરમાં ચાલે છે તે અહીં વાંચી લેવું.

શા માટે જોવી ?

પહેલું કારણ એ કે બોલિવુડમાં આવા પ્રકારની ફિલ્મો બને છે તે જ મોટી વાત છે. આ માટે ફિલ્મને જોઈ શકાય. ભારતમાં નોર્મલ શબ્દ સૌથી વધારે એબ્યુઝડ કરે છે. લેસ્બિયન મેરેજ તો તેમાં પણ મજાકનો વિષય છે. એ વિષયમાં ઉંડા ઉતરવા માટે જોવી. ખાસ તો હિંમતથી જોવી. સોશિયલ મેસેજ દેનારી ફિલ્મોના વિષય તો પાવરફુલ હોય છે, પણ બોલિવુડની ઘણી ફિલ્મો બોક્સઓફિસ પર સારો મેસેજ હોવા છતા પરાસ્ત થઈ ચૂકી છે. બીજી ફિલ્મોની માફક સોશિયલ મેસેજ પાથરતી આ ફિલ્મ તેની કથાવસ્તુ મુજબ માત નથી ખાતી. ડાયરેક્ટર શૈલી ચોપડા ધરે ફિલ્મના મુદ્દાની માફક જ ફિલ્મને સેન્સિટિવિટલી હેન્ડલ કરી છે.

અભિનય

ડાયરેક્ટરની સાથે સાથે એક્ટર્સે પણ સારું કામ કર્યું છે. સોનમ કપૂર અને અનિલ કપૂરને આ ફિલ્મ માટે ખાસ બધાઈ હો. એકાદ બે ઈમોશનલ સીન્સમાં નબળી પડવા સિવાય સોનમે બહેતરીન કામ કર્યું છે. અનિલ તો હવે બૂઢ્ઢા થાય ત્યારની ત્યારે કારણ કે તેમની એનર્જી બરકરાર છે. ફિલ્મી પડદે તે તમને બાંધીને રાખે છે. અસલી એક્ટિંગ જુહી ચાવલાએ કરી છે. જેણે પોતાના કેરેક્ટર પ્રમાણે ઓડિયન્સને પણ લાઉડ ફિલ કરાવ્યું છે. તેની આંખો આજે પણ માણસને સંમોહિત કરી શકવાની ક્ષમતા રાખે છે. હવે વાત રાજકુમાર રાવની. રાજકુમાર, આયુષ્માન ખુરાના વિકી કૌશલ એ કલાકારોમાંથી છે, જેને કોઈ પણ રોલ આપી દો તે સારો જ કરશે. જ્યારે ખાન ત્રિવેણી નિરાશ કરી રહી હોય ત્યારે આ સ્મોલ સ્ટાર પણ અદભૂત અભિનયના ખજાના જેવી ત્રિવેણી તમને મોજ કરાવે છે. એટલે રાજકુમારને થમ્સ અપ આપી શકાય. રાજ કુમાર બરેલી કી બરફી બાદ બીજી વખત રાઈટર બન્યો છે. બરેલી કી બરફીમાં તે ડુપ્લિકેટ રાઈટર હતો. (જેમાં રાઈટર તો આયુષ્માન હતો) પણ આ ફિલ્મમાં પણ તે રાઈટર અને તે પણ નિષ્ફળ રાઈટર બન્યો છે. ખાસ કુહુના રોલમાં રેજિના કૈસાંડ્રા ફ્રેશ લાગે છે. તેનું સ્ક્રિન પ્રેઝન્સ અદભૂત છે. સોનમના ભાઈનો રોલ અભિષેક દૂહને સરસ નિભાવ્યો છે.

તો જોવી શું કામે નહીં ?

કોઈ પણ પ્રકારના પ્રેમથી તમારી દુશ્મની હોય તો ન જોવી. લેસ્બિયન, ગે, ટ્રાંસજેન્ડર, બાઈસેકસ્યુઅલ જેવા શબ્દોથી તમને ચીડ ચડતી હોય તો ન જોવી. બસ આ મુદ્દા સિવાયના કેટલાક ટેકનિકલ મુદ્દાઓ છે તેના સિવાય ફિલ્મને નજર અંદાજ ન કરી શકાય.

ગીતો

ફિલ્મના બધા ગીતો કંઈ હિટ નથી. હવે તો ગીતોનો દુકાળ છે ત્યારે થીએટરમાં સાંભળવા ગમે તેવા બે ગીતો આ ફિલ્મમાં છે. એક ટાઈટલ ટ્રેક છે, જે દર્શન રાવલે સારું ગાયુ છે, પણ કુમાર સાનું એ કુમાર સાનું. બીજુ ગીત કંવર ગ્રોવાલનું ચિટ્ટિએ. આ ગીતને ગુરૂપ્રીત સૈનીએ સરસ લખ્યું છે. રોચક કોહલીનું સંગીત પણ સારું છે.

ઓલઓવર

ફિલ્મનો ફસ્ટ હાફ હલ્કો ફુલ્કો છે પણ બીજો હાફ ઈન્ટ્રેસ્ટિંગ છે. સેકન્ડ હાફના સીન્સ રૂવાળા ઉભા કરી દેશે. કેટલાક સીન્સ એવા છે કે કોઈ પણ પ્રકારના ડાઈલોગ વિના સમાજ ઉપર કટાક્ષ કરે છે. આવા જ પ્રકારની ફિલ્મો પર નજર કરીએ તો હોલિવુડમાં કોલ મી બાય યોર નેમ અને બ્લૂ ઈઝ ધી વોર્મેસ્ટ કલર જેવી ફિલ્મો ઉપલબ્ધ છે. આપણે અહીં તો દુકાળ હતો. ત્યાં આવી સારી ફિલ્મ લાંબા સમયે આવી ગઈ. 2008માં કરન જોહરે દોસ્તાના દ્રારા સરસ પ્રયાસ કર્યો હતો. આ મુદ્દો ઉઠાવવો આજે પણ ખતરાથી ખાલી નથી. છતા એક લડકી કો દેખા તો એસા લગા. વન ટાઈમ વોચેબલ છે.

READ ALSO

Related posts

એમએમએસ કાંડ વાયરલ થયો હતો તે હિરોઈન બોલી મા બનવું છે પણ આ લાગે છે ડર

Path Shah

સાંસદનું રિપોર્ટ કાર્ડ: વિવાદો વચ્ચે કિરીટ સોલંકી પોતાનો ગઢ બચાવી શકશે ?

Arohi

પ્રિયંકાની સાસરીમાં રડતાં-રડતાં કોંગ્રેસી ઉમેદવાર બોલ્યા- હું બહારનો નથી, મારી તકલીફ સમજો, રાત્રે દવાઓ લઈને સવારે સભાઓ કરું છું

Bansari