GSTV
Home » News » ભોજન વેડફતા પહેલા યાદ રાખજો કે દુનિયાના 8 કરોડ લોકો ભૂખ્યા સુવે છે

ભોજન વેડફતા પહેલા યાદ રાખજો કે દુનિયાના 8 કરોડ લોકો ભૂખ્યા સુવે છે

વર્લ્ડ ફૂડ ડે  નિમિત્તે યુએને ખોરાકની તંગીની અને વેડફાટની ચિંતા રજૂ કરી હતી. યુએનના અહેવા પ્રમાણે વર્ષે એક તરફ આઠ કરોડ કરતા વધુ લોકો ખોરાકની તંગીથી ઝઝૂમે છે, જ્યારે બીજી તરફ લાખો ટન ખોરાક કચરામાં જાય છે. જો આ મેનેજમેન્ટ ગોઠવાય તો વિશ્વમાં એક પણ માણસે ભૂખ્યા રહેવું ન પડે.

ખોરાકની તંગી અને ખોરાકના વેડફાટ બાબતે જાગૃતિ આવે તે માટે યુએન દ્વારા દર વર્ષે વર્લ્ડ ફૂડ ડે ઉજવવામાં આવે છે. એ નિમિતે રજૂ થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દુનિયામાં લગભગ 200 કરોડ લોકો મેદસ્વિતાથી પીડાય છે. એટલે કે તેમનો વજન તેમના શરીરના બંધારણ કરતા ઘણો વધારે છે અને તે માટે તેમની વધુ પડતા ખોરાકની આદત જવાબદાર છે.વળી, દુનિયામાં વર્ષે દહાડે લાખો ટન ખોરાક કચરામાં જાય છે. એક કે બીજા કારણથી અનાજનો બગાડ થાય છે. બીજી તરફ દુનિયામાં વર્ષે આઠ કરોડ લોકો ખોરાકની તીવ્ર તંગીથી પીડાઈ રહ્યાં છે.

આ લોકોને એક ટંકના સાદા ખોરાક માટે પણ વલખાં મારવા પડે છે. યુએનના મહાસચિવ એન્ટોનિઓ ગ્યુટેરેસે આ બાબતે ચિંતા વ્યક્ત કરીને દુનિયાને યોગ્ય ફૂડ મેનેજમેન્ટ ગોઠવવા હાકલ કરી હતી.તેમણે કહ્યું હતું કે દુનિયાનો નવો લક્ષ્યાંક ઝીરો હંગર છે. દુનિયામાં એક પણ માણસે ભૂખ્યા સૂવું ન પડે તે માટે સમગ્ર  વિશ્વના લોકોએ સાથે મળીને કાર્યરત થવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે 2021માં ફૂડ સિસ્ટમ સમિટ મળશે ત્યારે આ સમસ્યાનો કોઈ સારો અને ટકાઉ ઉપાય મળી જશે.

યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝશનના આંકડા પ્રમાણે ભારતમાં સૌથી વધુ કૂપોષિત લોકો છે. યુએન સંલગ્ન આ સંગઠનના અહેવાલ મુજબ દેશમાં 1.94 કરોડ લોકો કુપોષણનો શિકાર છે. દેશમાં પાંચ વર્ષની નીચેના 20 ટકા બાળકો ઓછા વજનની સમસ્યાથી પીડિત છે. એટલું જ નહીં, પોષણક્ષમ ખોરાકના અભાવે દેશના પાંચ વર્ષની નીચેના 37 ટકા બાળકોનું કદ પણ તેમની વયના પ્રમાણમાં ઘણું ઓછું છે.

READ ALSO

Related posts

SCનો મોટો ફેંસલો, હવે ચીફ જસ્ટીસની ઓફીસ પણ આવશે RTIના દાયરામાં

Mayur

ઠપકો આપ્યો તો બાળકોને આવ્યો ગુસ્સો, ભેગા મળીને ક્લાસમાં જ કરી નાંખી ટીચરની ધોલાઇ

Bansari

બંને હાથથી દિવ્યાંગ ચિત્રકારે કેરળના સીએમ સાથે પગ વડે સેલ્ફી લીધી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!