GSTV
Gujarat Government Advertisement

ભારતમાં પ્રથમ કિસ્સો: માણસમાંથી પ્રાણીઓમાં ફેલાયો કોરોના, હૈદરાબાદ ઝૂમાં 8 સિંહ કોરોનાની ચપેટમાં આવ્યા

Last Updated on May 5, 2021 by Pravin Makwana

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રાણીઓ સુધી પણ પહોંચી ચુકી છે. કોરોનાના કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતમાં બનેલી પહેલી ઘટનામાં હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે.

અહીંના નહેરુ ઝૂલોજિકલ પાર્કમાં ૮ એશિયાટિક લાયન કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ઝૂના અધિકારીઓએ આ વાતનુ સમર્થન કર્યુ છે. તમામ સિંહનો આરટી પીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે.

જોકે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલિજી દ્વારા હજી સુધી સિંહના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ હોવાનુ કહેવાયુ નથી. રિપોર્ટ પ્રમાણે સેન્ટર દ્વારા હજી આ સેમ્પલોની જિનોમ સિક્વન્સિંગ દ્વારા ડિટેલમાં તપાસ કરવામાં આવશે. જેથી ખબર પડી શકે કે , સિંહો સંક્રમિત થયા છે તો પણ માણસોથી થયા છે કે, બીજી કોઈ રીતે. ઈન્સ્ટિટયુટે અધિકારીઓને સતર્ક રહેવા અને સિંહોનો વહેલી તકે ઈલાજ શરુ કરવા માટે સૂચના આપી છે. 

દરમિયાન ઝૂ દ્વારા સિંહોનુ સિટી સ્કેન પણ કરાવાઈ રહ્યુ છે. જેથી તેમના ફેફસામાં સંક્રમણ પહોંચ્યુ છે કે નહીં તેની ખબર પડે. આ સિંહોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ તેમનો આર ટી પીસીઆર ટેસ્ટ કરાવાયો હતો. હાલમાં ડોક્ટરો સિંહોનુ નિરિક્ષણ કરી રહ્યા છે.

સૌથી પહેલા ઝૂના કેરટેકર્સે સિંહોમાં ખાંસી, નાક વહેવુ, ભૂખ નહીં લાગવી જેવા લક્ષણો નોટિસ કર્યા હતા. એ પછી તેમણે અધિકારીઓને આ વાતની જાણ કરી હતી. સિંહોના સેમ્પલ લઈને  સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલિજીને મોકલી આપવામાં આવ્યા છે. જોકે ઝૂમાં મુલાકાતીઓને છેલ્લા કેટલાક દિવસથી પ્રવેશ અપાતો નથી. ઝૂના બે ડઝનથી વધારે કર્મચારીઓ પણ સંક્રમિત થઈ ચુક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ

Bansari

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!