GSTV
Gandhinagar Trending ગુજરાત

મહિલા કેદીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, સરકારે દિવાળી ઉજવવા ઘરે જવાની આપી છૂટ

Pradipsinh Jadeja

ગુજરાત સરકારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓ દિવાળીનું પર્વ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ ની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી શકાશે.

દિવાળીની ઉજવણી ઘરના લોકો સાથે કરી શકશે

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભમાં જણાવ્યું કે દિવાળીના શુભ પર્વે રાજ્ય સરકારના સ્તુત્ય નિર્ણયથી નાગરીકોને વાકેફ કરતાં જણાવ્યું છે કે, કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે તારીખ 25/10/2019 થી તારીખ 01/11/2019 સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઇને પેરોલ પર જઈ શકશે. 

જામીન લઇને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા

જાડેજાએ વધુમાં જણાવ્યુ કે ઉક્ત નિર્ણય અનુસાર સંબંધિત સત્તાધિકારીશ્રીઓને યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેની અમલવારી થઇ ચૂકી છે.

READ ALSO

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda

મહાકાલ પથ પર નમો…નમો.. / પીએમ મોદી 700 કરોડના ખર્ચે બનેલા મહાકાલ કોરિડોરનું કરશે ભવ્ય લોકાર્પણ, તડામાર તૈયારીઓ શરૂ

Hardik Hingu
GSTV