GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પૃથ્વી નજીકથી પસાર થશે એસ્ટરોઇડ્સ જેની સ્પીડ પ્રતિ સેકન્ડ 12.66 કિમી. અને 5 ફૂટબોલના મેદાનની બરાબર હશે સાઈઝ

આવતીકાલે સવારથી એટલે કે 5 જૂનના સવારથી આ સપ્તાહના અંત સુધીમાં, પૃથ્વીની બાજુથી ઘણા એસ્ટરોઇડ્સ નીકળવાના છે. આમાંના કેટલાક નાના છે. પરંતુ કેટલાક સ્ટેડિયમના આકારના પણ છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું છે કે આમાંના 8 પૃથ્વીની નજીકથી 5 જૂનની સવારથી લીને વિકએન્ડ સુધી કેટલાય એસ્ટેરોઈડ નીકળવાના છે. નાસાના સેન્ટર ફોર નીયર અર્થ ઓબજેક્ટસ સ્ટડીઝ ((CNEOS) એ જણાવ્યું હતું કે 5 જૂનની વહેલી સવારે 4.44 વાગ્યે એસ્ટેરોઈડ 2020 કેએન5 પૃથ્વીની નજીકથી પસાર થશે. તેનો વ્યાસ આશરે 24 થી 54 મીટરની વચ્ચે છે. તે 12.66 કિલોમીટર પ્રતિ સેકંડ એટલે કે 45,576 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. તે પૃથ્વી પરથી લગભગ 61 લાખ કિલોમીટર દૂરથી નીકળશે.

પાંચ ફૂટબોલ મેદાન જેવો એસ્ટેરોઈડ આવશે

5 જૂને સાંજે 5.41 વાગ્યે એસ્ટરોઇડ 2020 કેએ 6 પૃથ્વીથી 44.13 લાખ કિલોમીટરના અંતરે પસાર થશે. તેનો વ્યાસ લગભગ 28 મીટર છે. તે લગભગ 41,652 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની આસપાસથી નીકળશે. આ પછી 6 જૂને ભારતીય સમય મુજબ સવારે 8.50 વાગ્યે પૃથ્વી નજકીથી એસ્ટેરોઈડ 2002 એનએન 4 પસાર થશે. તેનું અંતર લગભગ 51 લાખ કિલોમીટરનું રહેશે. તે પૃથ્વી નજીકથી કલાકના 40,140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. આ એસ્ટરોઇડનો વ્યાસ 570 મીટર છે. અર્થાત તે પાંચ ફૂટબોલ મેદાનની બરોબર છે.

6 જૂનના સૌથી વધુ એસ્ટેરોઈડ પસાર થશે

6 જૂનના રોજ સાંજે લગભગ 4.30 વાગ્યાની આસપાસ 2020 KO1 નામનો એસ્ટેરોઈડ પણ પૃથ્વીની નજીકથી પસાર થઈ રહ્યો છે. તે પૃથ્વીથી લગભગ 50.93 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. તેની ગતિ પ્રતિ કલાક 21,930 કિલોમીટરની રહેશે. તેનો આકાર મોટો નથી. તેનો વ્યાસ 26 મીટરથી 59 મીટર સુધીનો હોઈ શકે છે. 6 જૂનની જ રાત્રે 11.08 વાગ્યા આસપાસ એસ્ટેરોઈડ 2020 કેક્યુ 1 નીકળશે. તેનો વ્યાસ 36થી 81 મીટર હશે. તે પૃથ્વીથી 51.23 લાખ કિમી. દૂરથી નીકળવાનો છે. એ પછીથી મોડી રાત્રે એટલે કે લગભગ પોણા 1 વાગ્યે પૃથ્વીનતી 14.31 લાખ કિમી દૂરથી એક એસ્ટેરોઈડ 2020 એલએ પસાર થશે. તેનો વ્યાસ આશરે 24 થી 53 મીટર છે. તેની ગતિ પ્રતિ કલાક 55,584 કિલોમીટર છે. 6 જૂનના સૌથી વધુ એસ્ટેરોઈડ પસાર થશે.

બપોરે 12.03 વાગ્યે એસ્ટરોઇડ 2020 KA7 પસાર થશે

આ પછી 7 જૂને બપોરે 12.03 વાગ્યે એસ્ટરોઇડ 2020 KA7 પૃથ્વીની નજીકથી પસાર થશે. તે પૃથ્વીથી લગભગ 14.67 લાખ કિલોમીટર દૂરથી નીકળશે. તેનો વ્યાસ 23થી 51 મીટરની વચ્ચે રહેશે. તેની ગતિ પ્રતિ કલાક 26,424 કિલોમીટર છે. તે પછી તુરંત બપોરે 12.45 વાગ્યે પૃથ્વીની નજીકથી એસ્ટરોઇડ 2020 કેકે-3 પસાર થશે. તે પૃથ્વીથી લગભગ 68.02 લાખ કિલોમીટરના અંતરેથી પાસ થશે. તેનો વ્યાસ 22થી 49 મીટરની વચ્ચે હોઇ શકે છે. તેની ગતિ કલાકદીઠ 42,876 કિલોમીટર છે.

READ ALSO

Related posts

ડીસાના શિક્ષકે બનાવ્યું અનોખું મશીન, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા કરશે મદદ

Nilesh Jethva

અમેઝોન પર Wow Salary Days સેલ, 60 ટકા છૂટની સાથે મળશે કેશબૅક

Mansi Patel

જૂનમાં સોનાની આયાતમાં 86 ટકાનો નોંધાયો ઘટાડો, ભારતીયોની પહેલી પસંદ છતાં આ 2 કારણો નડ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!