GSTV
Home » News » એફિલ ટાવર પર ચડ્યો યુવક, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક વિઝિટર્સ માટે કરાયો બંધ

એફિલ ટાવર પર ચડ્યો યુવક, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક વિઝિટર્સ માટે કરાયો બંધ

વિશ્વ પ્રસિદ્ધ સ્મારક એફિલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો. હાલ સ્મારકને વિઝિટર્સ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યુ નથીકે, તે યુવક કેટલી ઉંચાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો તેની સ્પષ્ટતા થઈ નથી. ટાવરની દેખરેખ કરતી કંપની સેટે મુજબ, પોલીસ અને ફાયરના લોકો ઘટનાસ્થળ પર જ હાજર છે.

તે કાળા કલરનું જેકેટ પહેરેલાં યુવકનાં સંપર્કમાં છે. કંપનીએ ટ્વીટર પર લખ્યુ છેકે, પોલીસે યુવક સાથે વાત કરવના પ્રયાસ કર્યો હતો. પરંતુ હજી સુધી તેની જાણ થઈ ન હતી, કે તે કેમ ઉપર ચડ્યો હતો.

યુવક ટુરિસ્ટો સાથે ટાવરમાં ચડ્યો હતો અને બીજા માળેથી ટાવર ઉપર ચડવાનું શરૂ કર્યુ હતુ. તો હવે સ્મારક ફરી પ્રવાસીઓ માટે ક્યારે ખોલાશે તે કહી શકાય નહી. યુવકને ચડતો જોઈને સ્મારકને ખાલી કરાવાયુ હતુ.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટાવર પર ચડ્યુ હોય, આની પહેલાં 1990ના દાયકામાં ફ્રેંચ અર્બન ફ્રીક્લાઈંબર એલેન રોબર્ટ દોરડા વગર સ્મારક ઉપર ચડી ગયો હતો. પહેલાં પણ પરવાનગી વગર ઘણા લોકો ટાવર ઉપર ચડ્યા છે.

તેઓ પોતાની માંગોને પુરી કરાવવા માટે ટાવર ઉપર ચડતા હતા. હાલ તો દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ ટાવર બંધ હોવાને કારણે નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે. ત્યારે ટાવર ક્યારે ફરી ખુલશે તેના વિશે કોઈ માહિતી નથી.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

મહુવા : થોડા દિવસ પહેલા થઈ પુત્રની હત્યા, હવે પિતાએ ભર્યું આ ગંભીર પગલું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!