ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ, મૌલાના ડો.મુફ્તી મોહમ્મદ અહેમદ મુકરર્મે મંગળવારે જાહેરાત કરી હતી કે નવો ચાંદ હજી દેખાયો નથી, તેથી ઈદ ઉલ-અઝ્હા 2020 (Eid al Adha 2020) એટલે બકરી ઇદ 1 ઓગસ્ટે ઉજવાશે. મૌલાના મુકરમ ફતેહપુરી રોયલ હિલાલ સમિતિના અધ્યક્ષ પણ છે. તે જ સમયે, મરકઝી ચાંદ સમિતિએ પણ કહ્યું હતું કે મંગળવારે ચાંદના દીદાર નથી થયા.
આ દેશોમાં 31 જુલાઇએ ઉજવાશે ઇદ-ઉલ-અઝહા

બીજી તરફ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતાર જેવા ઇસ્લામિક દેશોએ જાહેરાત કરી છે કે ઈદ-ઉલ-અઝહા 31 જુલાઈએ ઉજવાશે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઈદ-અલ અઝહા ધુ અલ-હીઝાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. જણાવી દઇએ કે મુસ્લિમ ધાર્મિક અગ્રણીઓની નજર ગત મંગળવારથી ઇદ-ઉલ-અઝહાના ચાંદ પર હતી. તેમણે કહ્યું હતું કે જો મંગળવારે ચાંદ જોવા મળશે તો તે 31 જુલાઈએ નહીં તો બકરી ઇદનો તહેવાર 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

કોરોના વચ્ચે ઇદની તૈયારીઓ

નોંધપાત્ર વાત એ છે કે ઈદ-ઉલ-અઝહાના તહેવારને કુરબાનીનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. આ દિવસે બકરીઓનું બલિદાન આપીને, મુસ્લિમો નબી હઝરત ઇસ્માઇલની કુરબાનીની ઉજવણી કરે છે. બકરી ઇદનો તહેવાર નજીક આવ્યા પછી બકરા વેચવાનું કામ શરૂ થઈ ગયું છે. જો કે, આ વખતે કોરોના રોગચાળાને લીધે, બહારથી ઓછા બકરા આવ્યા છે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો