GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

હવે સોમવારે ઈદઃ શનિવારે ન દેખાયો ચાંદ, જામા મસ્જિદના બુખારીનું એલાન

જામા મસ્જિદના ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું કે ઈદ સોમવારે મનાવીશું. શનિવારે ચાંદ દેખાયો નથી. દિલ્લી જામા મસ્જિદના શાહિ ઈમામ ,સૈયદ અમહદ બુખારીએ કહ્યું કે 25 મેના ઈદ મનાવીશું.કારણ કે આજે ચાંદ દેખાયો નથી. આ મહત્ત્વપૂર્ણ છે કે આપણે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સાવધાની બનાવી રાખીશું. આપણે હાથ મિલાવવા તેમ ગળે મળવાથી દૂર રહેવું જોઈએ. આપણે સરકારના દિશાનિર્દેશનું પાલન કરવું પડશે.

ખૂબ જ સાદગીથી મનાવવામાં આવશે

કોરોના મહામારી રોકવાના પ્રયાસોને ધ્યાને રાખીને લાકુ કરાયેલ દેશવ્યાપી લોકડાઉન વચ્ચે દેશના મુખ્ય ઉત્સવોમાં ઈદનો તહેવાર આ વર્ષે ખૂબ જ સાદગીથી મનાવવામાં આવશે. દેશભરમાં સોમવારે ઈદ મનાવવામાં આવે તેવી સંભાવના છે. જૂની દિલ્લીના રહેવાશી અકરમ કુરૈશીએ કહ્યું કે ઈદ ખૂબજ પવિત્ર તહેવાર છે. અને આ દિવસે મિત્રો અને પડોશીઓને ગળે લગાડીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસને લઈને હાથ શુદ્ધા મિલાવી શકતા નથી. લોકડાઉનના પ્રતિબંધો અને મહામારીના ડરની સાથએ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ શહેરથી ચાલ્યા ગયા છે. આ કારણે દર વર્ષની જેમ આ વર્ષે ઈદ પર જોઈએ તેવી રોનક જોવા નહીં મળે

શહેરની તમામ મસ્જિદો બંદ

મહામારીને કારણે જામા મસ્જિદ અને ફતેહપુરી મસ્જિદ સહિત શહેરની તમામ મસ્જિદો બંદ છે. અલવિદા જુમાની નમાજ પણ લોકોએ ઘરમાં જ પઢી હતી. આ રીતે ઈદની નમાજ પણ મસ્જિદ અને ઈદગાહમાં જમાતની સાથે પઢવાને બદલે ઘરોમાં જ પઢવામાં આવશે. ફતેહપુરી મસ્જીદના શાહી ઈમામ મુફ્તિ મુકર્રમ અહમદે કહ્યું કે કોરોના મહામારીને મધ્યેનજર રાખીને રમજાન દરમિયાન પણ અમારા તરફથી લોકોને ઘરોમાં રહેવાની અપિલ કરાઈ છે. લોકોએ મસ્જિદની જગ્યાએ ઘરોમાં રહીને ઈદની નમાજ અદા કરવી જોઈએ.

ચહલ પહલ અને રોનક જોવા મળી નથી

લોકડાઉનના ચોથા તબક્કામાં દુકાનો ખોલવાની છૂટ મળવા છતાં ઈદ પર જોવા મળે તેવી ચહલ પહલ અને રોનક જોવા મળી નથી. જામા મસ્જિદની આસપાસના વિસ્તારોમાં રમજાનના મહિનામાં શહેરી અને ઈફ્તારના સમયે ગુલઝાર રહેતી હતી. પરંતુ આ વખતે જરૂરિયાતની કેટલીક જ દુકાન ખુલી છે. બજારમાં મટિયા મહલ વ્યાપારી સંઘના અધ્યક્ષ કુરૈશીએ કહ્યું લગભગ 450માંથી 20થી 22 દુકાનો જ ખુલી છે. ઈદના તહેવાર પર નવા કપડા ખરીદવા સાથએ જ વિવિધ વ્યંજનો બનાવવામાં આવે છે, પરંતુ છેલ્લા બે મહિનાથી તમામ દુકાનો બંધ છે.

READ ALSO

Related posts

16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ

Nilesh Jethva

વિદેશ મંત્રાલયના બે કર્મચારીઓનો Corona ટેસ્ટ પોઝિટિવ, ઘરે જ કરાયા ક્વોરન્ટાઈન

Arohi

મોદી સરકારના 6 વર્ષ પૂર્ણ: 32,688 બેન્ક ફ્રોડ સાથે સામાન્ય માણસના 2 લાખ 70 હજાર કરોડ ડૂબ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!