GSTV
Home » News » VIDEO : ઇજિપ્તની મહિલાએ વાંદરાના પ્રાઇવેટ પાર્ટને પકડીને એવું કર્યું કે થઈ 3 વર્ષની સજા

VIDEO : ઇજિપ્તની મહિલાએ વાંદરાના પ્રાઇવેટ પાર્ટને પકડીને એવું કર્યું કે થઈ 3 વર્ષની સજા

ઇજિપ્તની એક કોર્ટે વાંદરા સાથે યોન શોષણનાં આરોપમાં એક 25 વર્ષની મહિલાને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. આ મહિલાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે એક પેટ શોપની અંદર વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે રમતી નજર આવે છે. આ મહિલાએ કોર્ટમાં ગુનો કબૂલી લેતાં તેવે સજા થઈ છે. સામાન્ય લાગતા આ કેસમાં કોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે.

ઇજિપ્તની મનસૌરા સિટીની કોર્ટે બસ્મા અહમદ નામની આ મહિલાને વ્યભિચારમાં વધારો કરવા અને સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવા બદલ દોષી કરાર ઠેરવી હતી.

ઓક્ટોબરમાં વાંદરા સાથે અશ્લિલ હરકત કરવા બદલ થઈ હતી ધરપકડ

આ મહિલાને ઓક્ટોબર મહિનામાં વાંદરા સાથે અશ્લિલ હરકત કરવા બદલ ધરપકડ થઇ હતી. ઓક્ટોબરમાં મહિલાનો 90 સેકેન્ડનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલા પેટ શોપમાં વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટને અડતી અને તેનાં ઉપર સેક્સુઅલ જોક્સ બોલતી નજર આવે છે. તો આસપાસ હાજર લોકો મહિલાઓની આ હરકત પર હસતાં નજર આવે છે. કોર્ટમાં મહિલાએ સ્વિકાર કર્યુ છે કે, તેણે આવી હરકત કરી હતી. તેણે તેમ પણ ઉમેર્યુ હતું કે, તેને આમાં કંઇજ અભદ્ર લાગ્યુ ન હતું. તે ફક્ત વાંદરાને ગલીપચી કરી રહી હતી.

ભારતમાં પણ છે આ સજાપાત્ર ગુનો

આપને જણાવી દઇએ કે ભારતમાં પણ આર્ટિકલ 377 હેઠળ જાનવર સાથે સંબંધ બાંધવા અપ્રાકૃતિક કૃત્યની શ્રેણીમાં આવે છે.અને તે દંડનીય અપરાધ છે. સાર્વજનિક જગ્યા પર અભદ્ર હરકત અંગે પણ ભારતીય કાયદા હેઠળ સજાને પાત્ર ગુનો છે. જેથી પ્રાણીઓ સાથે આ પ્રકારની હરકત કરતાં પહેલાં 100 વાર વિચાર કરજો.

Related posts

પેરૂમાં જોરદાર ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ

Mansi Patel

GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવી સરકાર ભરશે આ પગલા

Nilesh Jethva

મોદી, શાહની જોડી આજે ગુજરાતમાં,વડાપ્રધાન પદના શપથ પહેલા અમદાવાદમાં કરશે સંબોધન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!