GSTV
Business Trending

ઇજિપ્તએ ભારત પાસેથી 180,000 ટન ઘઉં ખરીદવા માટે કર્યો કરાર, રશિયા- યુક્રેન યુદ્ધથી આયાત ખર્ચમાં થયો વધારો

વિશ્વના સૌથી મોટા ઘઉંના આયાતકાર પૈકીના એક ઇજિપ્તે ભારત પાસેથી 180,000 ટન ઘઉં ખરીદવા માટે કરાર કર્યા છે, જો કે અગાઉ સહમત થયેલા જથ્થા કરતા ઓછો છે. ઇજિપ્ત અનાજમાંથી વધારે લોટ કાઢવા અને બ્રેડ બનાવવા માટે બટાકાનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ શોધી રહ્યું છે કારણ કે તે ઘઉંની આયાતને ઘટાડવા માંગે છે એવું તેના પુરવઠા પ્રધાને જણાવ્યું હતું.

ઘઉં

ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પરિણામે ત્યાંથી અનાજની શિપમેન્ટ બંધ થઇ જતા હાલ ઇજિપ્ત ઘઉંની જરૂરિયાત સંતોષવા ભારતમાંથી આયાત પર વધારે નિર્ભર છે.

રશિયા-યુક્રેનના યુદ્ધથી ઘઉંના આયાત ખર્ચમાં પણ વધારો થયો છે. ઇજિપ્ત તેની 10.3 કરોડ વસ્તીમાંથી 7 કરોડથી વધુ લોકોને મોટી સબસિડીવાળી બ્રેડ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યત્વે આયાતી ઘઉં પર નિર્ભરતા રાખે છે.

ઇજિપ્તે ઇમ્પોર્ટ રિજનમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો હોવાથી તે અગાઉ ભારત પાસેથી 500,000 ટન ઘઉં ખરીદવા સહમત થયુ હતું, પણ કમનસીબે ભારતે તે જ મહિને ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ મૂકી હતો, પરંતુ ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો ધરાવતા ઇજિપ્ત જેવા દેશો માટે નિકાસ ચાલુ રાખી છે એવુ જણાવતા તેના મંત્રીએ કહ્યુ કે, અમારે પાંચ લાખ ટન ઘઉં ખરીદવા હતા પરંતુ બંદર માત્ર 1.80 લાખ ટનનો જથ્થો છે. હાલ ઇજિપ્ત ઘઉંની સપ્લાય માટે રશિયા સાથે પણ મંત્રણા કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

કામની વાત / વોટ્સએપમાં આવ્યું ખૂબ જ મહત્વનું ફીચર, યુઝર્સનું સૌથી મોટું ટેન્શન દૂર થઈ ગયુ

Hardik Hingu

ડોમિનોઝમાં કણક પર લટકતું ટોયલેટ બ્રશ, ફોટા જોઇ લોકોએ કાઢ્યો ભયંકર ગુસ્સો

GSTV Web Desk

કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે

GSTV Web Desk
GSTV