GSTV
India News Trending

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી દિલ્હી પહોંચ્યા, પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આપશે હાજરી

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીનું મંગળવારે નવી દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓ 74માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. સીસી તેમના પાંચ મંત્રી અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા છે.

નોંધનીય છે કે આ પહેલીવાર છે કે ઈજિપ્તના રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈજિપ્ત અને ભારતના તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ભારતે તેના જી-20 પ્રેસિડેન્સી દરમિયાન ઈજિપ્તને ‘ગેસ્ટ કન્ટ્રી’ તરીકે પણ આમંત્રણ આપ્યું છે.

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ઈજિપ્તના રાષ્ટ્રપતિ સીસી બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવનાર કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી જયશંકર ઐયરને પણ મળશે. આ સિવાય તેઓ રાજઘટ પર મહત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ પણ આપશે.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે બેઠક યોજશે જેમાં તેઓ દ્વિપક્ષીય સંબંધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

Also Read

Related posts

દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો

HARSHAD PATEL

ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ

GSTV Web Desk

Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી

GSTV Web Desk
GSTV