GSTV
Home » News » તસવીરમાં દેખાતા ઇંડા કંઇ એમનેમ નથી રાખ્યા, છુપાયું છે એક મોટું રહસ્ય

તસવીરમાં દેખાતા ઇંડા કંઇ એમનેમ નથી રાખ્યા, છુપાયું છે એક મોટું રહસ્ય

તમે આ ટાપુ પર દરિયાકાંઠે ઊભો રહીને જ્યાં સુધી નજર દોડાવશો ત્યાં સુધી તમને ઈંડા જ ઇંડા જોવા મળશે. સાંભળીને  અજીબ લાગ્યુંને? પણ આ હકિકl છે જી હા દુનિયામાં એક આઈલેન્ડ એવો છે જે બીલકુલ શાંત છે. આ આઇલેન્ડની સુંદરતા ઉપરાંત અહીંની દિવાલો પર જગ્યા જગ્યા પર વિશાળકાય ઈંડા જાવા મળશે.

જે વ્યક્તિએ આ ઇંડા પહેલી વખત જોયા છે તે હરાન રહી જાય છે. આ સત્ય છે કે આ ઇંડા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેઓ ઘણી વખત સ્થાનિક લોકો પાસે તેમની પૂછપરછ પણ કરતા જોવા મળશે. અલબત્ત, આ ઇંડા એક સામાન્ય ઇંડા કરતા કદમાં વધુ મોટા છે અને દરેક ઇંડાને દરિયાકિનારે આ પદ્ધતિથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે કે આ દ્રષ્ય ખૂબ સુંદર લાગે છે.

વાસ્તવમાં આ ગ્રેનાઇટ પત્થરથી બનેલા શિલ્પ છે. જેને ઇંડાનો આકાર આપવામાં આવેલ છે પરંતુ સૌથી ખાસ બાબત એ છે કે આ ઇંડા શા માટે રાખવામાં આવે છે..? તેના પાછળની વાર્તાઓ ખૂહ રસપ્રદ છે. અહીંના લોકો પ્રવાસીઓને જણાવે છે કે આ ઇંડા આ ટાપુથી અતૃપ્ત થઈ રહેલા પક્ષીઓની પ્રજાતિના ચિહ્નોના રૂપમાં અહીં લગાવવામાં આવ્યા છે.

જી હા, ગ્રેનાઇટ પત્થરના આ ઇંડા ‘ઇગિન આઈ ગ્લોવિક’ આઇસલેન્ડમાં છે દરેક ઇંડાને રસ્તાના કિનારે કોન્ક્રેટથી જુદા જુદા સ્લેબ ઉપર મુક્યા છે આ આઇલેન્ડની પૂર્વીય ભાગોના મૂળ પક્ષીઓની સંપૂર્ણ પ્રજાતિઓ સાફ થઈ ગઈ છે. આ બાબતે ઘણા વૈજ્ઞનાનિકો પરેશાન છે. આ કારણથી આ પક્ષીઓના અતૃપ્ત થઈ રહેલી જાતિઓ માટે શ્રધ્ધાંજલિ આપવા માટે આ સ્ટોન સ્ટેચ્યુ અહીં રાખવામાં આવે છે.

2009માં સૌથી પહેલા પક્ષીઓના 34 પ્રજાતિઓના વિલુપ્ત થવા પર અહીં 34 વિશાળ ઇંડા સ્થાપિત કરવામાં આવ્યા. બનાવેલ દરેક પત્થરના નમૂનાને ચોક્કસપણે દર્શાવવામાં આવ્યા છે. દરેક ઇંડા પર વિલુપ્ત થયેલા એક પક્ષનો સંપૂર્ણ પરિચય, સુંદર રંગો વાળા ચિત્રો સાથે આપવામાં આવ્યા છે. દરેક ઈંડુ, થોડું અલગ છે પરંતુ બધાનું કદ એક સમાન છે. માત્ર એક જ ઇંડાનું કદ અહીં તમને બીજા કરતા અલગ મળશે. આ ઇંડી પર ‘Djúpivogur’ નામનું પક્ષી વર્ણન છે. આ ઇંડાનું કદ બીજા કરતા અલગ રાખવા પાછળનું કારણએ છે કે ‘Djúpivogur’અહીંનું રાષ્ટ્રીય પક્ષી છે. તેની પ્રતિષ્ઠામાં બાકીની તુલનામાં તે વધુ મોટું છે.

Related posts

OMG : પહાડ પર લટકી રહી હતી મહિલા, હેલિકોપ્ટરથી એક હિરો આવ્યો અને ઉઠાવીને લઇ ગયો

pratik shah

11 વર્ષનો છોકરો 36 વર્ષીય યુવતીના બાળકનો પિતા બન્યો, યુવતીએ જ ફોસલાવીને કર્યું હતું ન કરવાનું કામ

Arohi

WOW ! ભારતના આ શબ્દને મળ્યું Oxford Hindi Word of the Year 2019નું બહુમાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!