GSTV

કામના સમાચાર/ રૂક્ષ અને ખરતા વાળની સમસ્યામાં અસરકારક છે ઈંડાનું તેલ, જાણો બનાવવાની રીત

લાંબા સમય સુધી વાળ પર કોઈપણ પ્રકારના પ્રાકૃતિક સારવાર વધારે શ્રેષ્ઠ કામ કરે છે. જ્યારે કે, કૃત્રિમ પ્રોડક્ટ્સ અને સલૂનથી વાળમાં ચમક અને સફાઈ થોડા સમય માટે જ હોય છે. તમે વાળની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે કેટલાક અનોખા કામ કરી શકો છો. ઈંડાનું તેલ પણ કોઈ અન્ય પ્રાકૃતિક તેલની જેમ ફાયદો આપે છે. જેના વપરાશથી વાળની સમસ્યાઓને રોકી શકાય છે.

ઈંડાનું તેલ શુ છે?

વાળ માટે ઈંડાના ફાયદાની વાત તમે પોતાના ઘર પર પણ સાંભળતા આવ્યા હશો, પરંતુ આ હકીકત છે કે, ઈંડામાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. ઈંડાનું સેવન ઈમ્યૂનિટી અને સ્વાસ્થ્યને વધારી શકે છે. ઈંડાના તેલને ઈંડાની જર્દીનું તેલ પણ કહેવામાં આવે છે. જેમ કે નામ થકી આ તેલ ઈંડાની જર્દીમાંથી કાઢવામાં આવે છે. ઈંડાની જર્દીમાં ‘કોલેસ્ટ્રોલ’ અને ‘ફોસ્ફોલિપિડ’ ની સાથે ‘ટ્રાઈગ્સિલરાઈડ’ ભરપૂર મળી આવે છે.

6 કોશિકાઓના સમાન્ય વિકાસને જાળવી રાખે છે

કોલોસ્ટ્રોલ, ફોસ્ફોલિપિડ અને ટ્રાઈગ્લિસરાઈડને દરરોજ હેર કેયર રૂટીનમાં સામેલ કરવાથી વાળમાં જાદુઈ અસર થઈ શકે છે. કહેવામાં આવે છે કે, ઈંડાનું તેલ ખરાબ વાળ પર અસર નાખે છે. કારણ કે, તેમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 અને ઓમેગા 6નું પ્રમાણ મળી આવે છે. ઓમેગા 3 અને ઓમેગા 6 કોશિકાઓના સમાન્ય વિકાસને જાળવી રાખે છે. તે સિવાય સ્વાસ્થ વાળના વિકાસને વધારવાનું પણ કામ કરે છે.

ઈંડાના તેલના ફાયદા

  • ખરાબ વાળ માટે ઈંડાનું તેલ કંડીશનર તરીકે કામ કરે છે.
  • માનવામાં આવે છે કે, વાળને સમય પહેલા સફેદ થવાથી રોકી શકે છે.
  • વાળ ખરવા અથવા તેમાં ખામી આવવા પર ઈંડાના તેલનો વપરાશ કરવો ફાયદાકારક રહેશે.
  • ઈંડાનું તેલ માથાની જડ અને વાળના પાલન પોષણ માટે મુખ્ય સામગ્રી છે.
  • ઈંડાનું તેલ લગાવવાથી નવા વાળને કાઢવાનો રસ્તો ઉપલબ્ધ થઈ શકે છે.

કેવી રીતે તૈયાર કરાઈ ઈંડાનુ તેલ?

ઘર પર ઈંડાનુ તેલ બનાવવા માટે ત્રણ ઈંડા, ત્રણ કપ પાણી, એક ચમચી જેતુનનુ તેલ લો. ત્યારબાદ ઈંડાને ઉકાળી બરફ અથવા ઠંડા પાણીમાં લગભગ બે મિનિટ સુધી રહેવા દો. જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે છાલને કાઢી ઈંડાને સાફ કરો. બાદમાં ઈંડાની સફેદીને જર્દી સુધી હટાવી દો. ચૂલ્હા પર ઈંડાની જર્દીને પ્લેટમાં રાખી ગ્રાઈંડ કરો.

તે માટે જેતુનનુ તેસ મિક્સ કરી લો. બાદમાં ઊંડા ભૂરા રંગની પેસ્ટ તૈયાર થયા સુધી જર્દીને પાંચ મિનિટ સુધી ફેંટતા રહો. તેલ કાઢવા માટે ગરણીના માધ્યમથી પેસ્ટને ગાળી લો. ત્યારબાદ રૂમ ટેમ્પરેચર પર ઠંટુ થવા માટે મૂકી દો. હવે ઠંડુ થઈ જાય તો માથા પર વપરાશ કરતા પહેલા કેટલાક કલાકો સુધી પેસ્ટને જામવા દો.

READ ALSO

Related posts

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

Bansari

બનાસકાંઠા/ વાવના અંતરિયાળ અને પાકિસ્તાન બોર્ડર નજીકની ધરા ધ્રુજી, 3.4ની તિવ્રતાના ભૂંકપથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ

pratik shah

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!