GSTV
Home » News » ટિકટૉક પર છવાયેલી છે ઈંડુ ઉકાળવાની નવી રીત, જુઓ વાયરલ VIDEO

ટિકટૉક પર છવાયેલી છે ઈંડુ ઉકાળવાની નવી રીત, જુઓ વાયરલ VIDEO

બિગ બોસના પાછલાં એપિસોડમાં પારસ છાબરાએ 26 ઈંડાને ઉકાળીને બરબાદ કરી દીધા હતા. ત્યારબાદ બિગબોસ હાઉસમાં ઘમાસાણ થઈ ગયુ હતુ. સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબરાની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. કારણકે પારસે ઈંડા ઉકાળી નાંખ્યા અને તે ફાટીને ખરાબ થઈ ગયા હતા. તેનું કારણ એ પણ છેકે, અત્યાર સુધી ઈંડાને પાણીમાં નાંખીને જ ઉકાળી શકાતા હતા. પરંતુ હવે ટિકટોકમાં ઈંડા ઉકાળવાની નવી નવી રીતો વાયરલ થઈ રહી છે. ઈંડા ઉકાળવાનાં આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છોકે, ઈંડાને પાણીમાં નાંખીને નહી પરંતુ ભીની માટીમાં ગોળા બનાવીને ઉકાળવામાં આવી રહ્યા છે.

ઈંડુ ઉકાળવાની નવી રીત

પહેલાં ભીની માટી લીધી, તેને કણકની જેમ ગોળ આકાર આપ્યો, પછી ઇંડાને વચ્ચે મૂકી અને તેને માટીથી સંપૂર્ણપણે ઢાંકી દીધો. જેમાં સ્ટફ્ડ પરોઠા બનાવવામાં આવે છે તેમ ઈંડાને માટીથી કવર કર્યા બાદ તેને ચૂલા ઉપર લાકડીનાં સહારે સ્ટવ પર રાખ્યુ. થોડીવાર બાદ ઈંડા પરથી માટી હટાવી, પાણીથી ધોયુ અને પ્લેટમાં ઈંડાનાં બે ટુકડા કરીને સર્વ કરવામાં આવ્યુ.

READ ALSO

Related posts

એક બાદ એક પાકિસ્તાની એક્ટ્રેસ શા માટે અપલોડ કરી રહી છે નગ્ન તસવીરો ? વધુ એક અભિનેત્રીએ ન્યૂડ ફોટો કર્યો શેર

Bansari

જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે લતા મંગેશકર, ICUમાં તેમના ગીતો જ બન્યાં સૌથી મોટી તાકાત

Bansari

આધારમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!