GSTV

કોરોના કાળની આઇ ટ્રાન્સપ્લાન્ટ પર અસર, દર વર્ષે 170થી 2૦૦ ટ્રાન્સપ્લાન્ટ થતી હતી જેના બદલે વર્ષે હજુ માત્ર બે થઈ

કોરોનાની મહામારીને પગલે આઇ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામા ઘટાડો નોધાયો છે. નગરી હોસ્પિટલમાં દર વર્ષે સરેરાશ ૧૭૦થી ૨૦૦ ટ્રાન્સપ્લાન્ટ થતી હતી જેના બદલે વર્ષે હજુ માત્ર ૨ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યા છે. આઇ ટ્રાન્સપ્લાન્ટ ઘટવા માટે કોરોનાની મહામારી જવાબદાર છે. સરકારે નવી ગાઇડ લાઇન બહાર પાડી છે જે મુજબ બંને ત્યાં સુધી વ્યક્તિનું ડેથ હોસ્પિટલમાં હોય તેવી વ્યક્તિ અને તેનો આર ટી પી સી આર રીપોર્ટ કરવામા આવ્યો હોય તેવી વ્યક્તિની આંખો દાનમા સ્વીકારવાનો નીયમ બનાવામા આવ્યો છે. જો ઘરે આકસ્મિક મોત થયું હોય તો તેવા સંજોગોમાં પણ આર ટી પી સી આર રીપોર્ટ જરુરી છે. સામાન્ય દિવસોમા વ્યક્તિ ઘરે મૃત્યુ પામે ત્યારે ચક્ષુદાન કરવા માંગતી હોય ત્યારે તેના ચક્ષુ ઘરેથી લેવામા આવતા હતા

પરંતુ કોવીડને કારણે આવા ચક્ષુઓની સંખ્યા ઘટી છે. વળી પહેલા લોકો ચક્ષુદાન કરવા આગળ આવતા હતા પરંતુ કોરોનાની મહામારીને જોતા તેમ કરતા લોકો ખચકાઇ રહ્યા છે. ચક્ષુદાતાઓ ઘટતા નગરી હોસ્પિટલમા આઇટ્રાન્સપ્લાન્ટ માટે 250થી વધુ લોકો રાહ જોઇ રહ્યા છે. કોરોનાના કેરને જોતા નગરી હોસ્પિટલમાં આવતા દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે સેન્ટર ઉભુ કરવામા આવ્યુ છે. જ્યાં દર્દીઓનો ટેસ્ટ કરવામા આવે છે. નગરી હોસ્પિટલમાં માત્ર આઇટ્રાન્સપ્લાન્ટમા ઘટાડો થયો છે તેવુ નથી ઓપીડીનો ગ્રાફ પણ નીચો ગયો છે.

  • પહેલા રોજ ૬૦૦થી ૭૦૦ દર્દીઓની ઓપીડી
  • હવે ૩૫૦થી ૪૦૦ જેટલા દર્દીઓની ઓપીડી

પહેલા રોજની 600 થી 700 દર્દીઓની ઓપીડી રહેતી હતી જે હવે 350થી 400 જેટલી રહે છે..આમ પણ આંખોની તપાસ માટે વડીલ વર્ગ વધુ આવતો હોય છે ત્યારે તેઓને સાવચેતી રાખવાનું કહેવામા આવે છે. હોસ્પિટલને ચક્ષુદાતા મળે છે ત્યારે તેની આંખ કલેક્ટ કરી બે લોકોને દ્રષ્ટ્રી આપવામા આવે છે..ત્યારે નગરી હોસ્પિટલમાં 250થી વધુ લોકો ચક્ષુદાતા મળે તેની રાહ જોઇ રહ્યા છે…જો કોરોનાનો કેર આ રીતે ચાલુ રહ્યો તો ટ્રાન્સપ્લાન્ટની રાહ જોનારાની સંખ્યા વધતી જશે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!