GSTV
Business Trending

વળતા પાણી / વેદાન્તુએ વધુ 100 કર્મચારીઓને કરી છંટણી, એજ્યુકેશન ટેક સ્ટાર્ટઅપને મોટાપાયે પડ્યો ફટકો

ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના મોંઘવારી વધતા આજકાલ વળતા પાણી જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ અને એજ્યુકેશન ટેક સ્ટાર્ટઅપને મોટાપાયે ફટકો પડી રહ્યો છે. એજ્યુકેશન ટેક સ્ટાર્ટઅપ વેદાન્તુએ વધુ 100 કર્મચારીઓને છંટણી કરી છે. કંપનીએ બિઝનેસની નવી સ્ટ્રેટજીને ટાંકીને આ નવા દોરની છંટણી કરી છે. આ સાથે છેલ્લા ત્રણ મહિનામાં વેદાન્તુમાં આ ત્રીજી છટણી છે.

અહેવાલ અનુસાર સેલ્સ અને ટ્રેનિંગ ટીમના કાયમી કર્મચારીઓને ગત મહિને છૂટા કરવામાં આવ્યા હતા. જોકે વેદાન્તુ છૂટા કરાયેલા કર્મચારીઓને બે મહિનાનો એડવાન્સ પગાર આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેદાન્તુએ અગાઉ મે મહિનામાં 624 કર્મચારીઓને છૂટા કર્યા હતા, જે કુલ કર્મચારીબળનાના લગભગ 10 ટકા હતા. છટણીમાં કંપનીના કાયમી અને કરાર આધારિત બંને શિક્ષકો હતા. કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ વંશી કૃષ્ણાએ તે સમયે કહ્યું હતું કે તેમને આગામી ક્વાર્ટરમાં કેપિટલ ઘટવાની આશંકા છે.

વેદાન્તુની શરૂઆત વર્ષ 2011માં વંશી કૃષ્ણ, આનંદ પ્રકાશ અને પુલકિત જૈન દ્વારા કરવામાં આવી હતી. આ એક યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. વેદાન્તુ IIT-JEE અને NEETના વિદ્યાર્થીઓને KGથી ધોરણ 12 સુધી ઓનલાઈન શિક્ષણ પુરૂં પાડે છે.

Unacademyએ પણ છંટણી કરી

તાજેતરમાં વધુ એક એજ્યુકેશન સ્ટાર્ટઅપ Unacademyમાંથી પણ છટણીના સમાચાર હતા. Unacademyએ ખર્ચ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે NEET અને IIT-JEE માટે તેના કેટલાક ડાઉટ સોલ્વિંગ એજ્યુકેટર્સ સાથેના કરારને સ્થગિત કર્યા છે. રવિવાર, 31 જુલાઈએ શિક્ષકોના બંને સમૂહ, IIT-JEE અને NEET શિક્ષકોને ઈમેલ મોકલવામાં આવ્યા હતા અને કરાર છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed
GSTV