GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

Last Updated on April 8, 2021 by pratik shah

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠલ છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો છે .રૂપાણી સરકારના મંત્રી મંડળના છઠ્ઠા મંત્રી બન્યા કોરોનાગ્રસ્ત.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો કોરોના રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો

તબીબી સલાહ અનુસાર તેઓને હાલમાં યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેમની તબિયત બિલકુલ સ્વસ્થ છે, વિધાનસભા સત્ર અંતિમ તબક્કામાં હતું ત્યારે કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં છે.

કોરોનાએ માથુ ઉચક્યુ છે તેમાં ય છ થી વધુ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યાં

  • રૂપાણી સરકારના મંત્રી મંડળના છઠ્ઠા મંત્રી બન્યા કોરોનાગ્રસ્ત,
  • શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કોરોના થયો,
  • યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં,
  • શિક્ષણ મંત્રીની તબિયત સ્થિર,
  • બે દિવસ અગાઉ શિક્ષણ મંત્રી કાર્યાલયના 4થી વધુ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો
નામહોદ્દો
વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેષ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પૂંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીનાબહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

ગુજરાતમાં કોરોના દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ  અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત છે, જેમાં પાટણમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. ૩૫૭૫ નવાં કેસો સામે આજે ૨૨૧૭ દર્દીઓને જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭, જામનગરમાં ૧૭૫, પાટણમાં ૧૧૧, ભાવનગરમાં ૯૦, ગાંધીનગરમાં ૭૯, મહેસાણામાં ૬૬, જૂનાગઢમાં ૪૩, કચ્છમાં ૩૮ મહીસાગરમાં ૩૭,  પંચમહાલમાં ૩૩, ખેડામાં ૩૨, મોરબીમાં ૩૧, દાહોદમાં ૨૯, બનાસકાંઠામાં ૨૬, ભરૂચમાં ૨૨ અને અમરેલીમાં ૨૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૨૦થી ઓછાં કેસો નોંધાયા છે. સૌથી ઓછાં પોરબંદરમાં ૨ કેસ નોંધાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt

કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ

Dhruv Brahmbhatt

28 જૂનથી અમરનાથ યાત્રાનો શુભારંભ, જાણો કેવી રીતે કરાવી શકશો ઓનલાઇન રજિસ્ટ્રેશન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!